તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે:કોરોના કાબૂમાં આવતા બારડોલી સ્ટેશન પરથી જતી 8માંથી 4 ટ્રેનોએ રફતાર પકડી

બારડોલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 એક્સપ્રેસ અને 2 મેમુ ટ્રેન પાટે ચડી, દિવાળીનું રિઝર્વેશન બુકિંગ પણ શરૂ

કોરોના કાબુમાં આવતા ધીમે ધીમે ફરી શરૂ કરવામાં આવી હવે રેલવે સેવા શરૂ કરવામાં આવી રહી છે. અગાઉ બારડોલીથી દોડતી 8 ટ્રેનો પૈકી હાલ 50 ટકા એટલી કે 4 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જેમાં ખાન્દેશ એક્સ્પ્રેસ, હાવડા એક્સ્પ્રેસ મેમું પેસેંજર અને મેમું ભુસાવલ એમ ચાર ટ્રેનો શરૂ કરવામાં આવી છે.

બારડોલી રેલ્વે સ્ટેશન પરથી જતી 4 એક્સપ્રેસ અને 4 લોકોલ ટ્રેનો કોરોના મહામારીના લીધે સંપૂર્ણ બંધ થઈ હતી અને પુનઃ શરૂ કરી ત્યાં કોરોનાની બીજી લહેર આવી અને મહારાષ્ટ્રમાં એની મોટી અસર જોવા મળી જેથી મુસાફરોને કોરોના RTPCR ટેસ્ટ ફરજિયાત કરાવી આંતર રાજયમાં પ્રવેશ આપવામાં આવતો હતો અને મુસાફરોમાં પણ કોરોનાનો ભય જણાતા બિનજરૂરી મુસાફરી ટાળી રહ્યા હતા. જેને લઈ ટ્રેનો બંધ કરવામાં આવી હતી. જોકે હવે કોરોના કાબુમાં આવતા ધીમે ધીમે ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી રહી છે જેમાં 50 ટકા ટ્રેનો શરૂ કરવામાં આવી છે અને રેલવેની આવક પણ વધી રહી છે.

બાકી રહેલી અન્ય ટ્રેનો પણ ધીમેધીમે ધીમે શરૂ કરાશે
બારડોલી રેલ્વે સ્ટેશનની કોરોના કાળ અગાઉ દૈનિક એવરેજ 80 હજારની આવક હતી અને બુકિંગ કેનશલ થાય તો પણ 75 હજારની આશપાસ આવક રહેતી હતી જે હાલ 45 થી 50 હજારની આસપાસ ફરી શરૂ થઈ છે અને રેલ્વે વિભાગ આવક રાબેતા મુજબ કરવા ધીમે ધીમે બાકી રહેલ અન્ય ટ્રેનો ફરી શરૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...