પલસાણા તાલુકાના વરેલી ગામે રહેતી એક મુસ્લિમ પરિવારની સગીર વયની દીકરીને એક ઈસમ લગ્નની લાલચે લલચાવી ફોસલાવી તેનું અપહરણ કરી ગયો હતો ઘટના અંગે દીકરીના પિતાએ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી બાતમી આધારે યુવાને પોલીસે કડોદરાથી ઝડપી સગીરાને માતાપિતાને સોંપી યુવાન વિરુદ્ધ પોકસો એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
પલસાણા તાલુકાના વરેલી ગામે રહેતા એક મુસ્લિમ પરિવારની 15 વર્ષીય સગીર દીકરીને સુરત સચિન ખાતે રહેતો એક યુવાન પોતાનો બદ ઈરાદો પૂરો પાડવા લગ્નની લાલચે 10 નવેમ્બર 2022 ના રોજ ભગાડી લઈ ગયો હતો પરિવારના માતાપિતા દીકરીની લાંબા સમય સુધી શોધખોળ કરી અંતે કડોદરા પોલીસ મથકના પોલીસ ફરિયાદ નોંધાવી હતી
કડોદરા પોલીસના દીપકભાઈ શકરભાઈ નાઓને ખાનગી રાહે મળેલી બાતમી આધારે સગીરાને ભગાડી જનાર યુવાન અહેસાન મોહમદ અન્સારી (ઉ.વ.20 હાલ રહે.સાઈનાથ સોસાયટી, સુડા સેકટર 3 સચિન સુરત)ને સગીરા સાથે કડોદરા નીલમ હોટલ ખાતેથી ઝડપી પાડી બન્નેને કડોદરા પોલીસ મથકે લઈ ગઈ સગીરાના નિવેદનના આધારે યુવાન વિરુદ્ધ પોકસો એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.