પલસાણા:રસ્તો ઓળંગતી વેળા ટેમ્પોએ અડફેટે લેતાં 4 ગાયો અને પશુપાલકનું મોત

પલસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કડોદરા પાસે હાઇવે પર ગોઝારો અકસ્માત

વહેલી સવારે કડોદરા નગરમાં રહેતા ભરવાડ ગાયોનું ટોળું લઈ રાબેતા મુજબ ગાયો ચરવાવવા માટે જઈ રહ્યા હતા. જ્યાં કડોદરા ચાર રસ્તા પર ને.હા.પર એકાએક ટેમ્પાએ ટક્કર મારતા ભરવાડ સહિત 4 ગાયોનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર કડોદરા નગરમાં નીલમ હોટલની પાછળના ભાગે આવેલ ગાયત્રી નગરમાં રહેતા મોહનભાઇ વજેકણભાઈ ભરવાડ (58) નાઓ બુધવારના રોજ વહેલી સવારે 9 વાગ્યે રાબેતા મુજબ વહેલી સવારે ગાયોનું ટોળું લઈ ચરાવવા માટે હનુમાનજી મંદિરના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં જતા હતા. આ દરમિયાન હાઇવે ક્રોસ કરતી અમદાવાદ તરફથી આવતા મેડિકલ કિટના બંધ બોડીના આઇસર ટેમ્પો (DD - 03 K-  9643) ના ચાલકે મોહનભાઇ ભરવાડ સહિત 5 જેટલી ગાયોને ટેમ્પાએ અડફેટે લીધી હતી.  ટેમ્પો ઘટના સ્થળે મુકી ચાલક ભાગી છૂટ્યો હતો. અકસ્માતમાં ઘવાયેલા મોહનભાઈને ચલથાણ સંજીવની સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોહનભાઇનું મોત નીપજ્યું હતું. જે ઘટના અંગે કડોદરા પોલીસે મૃતકના ભત્રીજા સાજણ ભરવાડ પાસેથી ટેમ્પા ચાલક વિરુદ્ધ ફરિયાદ લઈ કાર્યવાહી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...