કોંગ્રેસમાં વધુ એક ભંગાણ:કામરેજનાં પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા, મંત્રી મુકેશ પટેલના હસ્તે કેસરિયો ધારણ કર્યો

બારડોલીએક મહિનો પહેલા

સુરત જિલ્લામાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડયો છે. કામરેજ તાલુકાના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના કાર્યકર એવા કિશન પટેલે આજે કેસરિયો ધારણ કર્યો છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની પડતી દશા ચાલતી હોય તેમ એક પછી એક કોંગી આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે વધુ એક આગેવાને આજે મંત્રીના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો.

કિશન પટેલે કેસરિયો ધારણ કર્યો
​​​​​​
છેલ્લા દોઢ દાયકાથી કોગ્રેસમાં કાર્યરત અને કામરેજ તાલુકાના પૂર્વ પ્રમુખ કિશન પટેલ આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ ગયા હતા. સુરત જિલ્લામાં કોંગ્રેસ પક્ષની દશા બેઠી હોઈ તેમ એક પછી એક કોંગી આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સુરત જિલ્લાના જૂના જોગી એવા મોહન પટેલ ભાજપમાં જોડાયા હતા. હજુ એ ઘટનાને થોડા જ દિવસો વિત્યા છે ત્યાંતો વધુ એક આગેવાન કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

250થી વધુ યુવાનો જોડાયા ભાજપમાં
આજે સેવણી રામજી મંદિર ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલના હસ્તે કિશન પટેલે ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. તેઓની આગેવાનીમાં 250થી વધુ યુવાનોએ પણ કેસરિયો ધારણ કર્યો હતો. હાલ કિશન પટેલ સેવણી સહકારી મંડળીના પ્રમુખ છે અને કોંગ્રેસના આવા આગેવાનનાં ભાજપમાં જોડવાથી કોંગ્રેસને આવનાર સમયમાં ભારે ફટકો પડશે.

અન્ય સમાચારો પણ છે...