દારુ ઘુસાડવાનો નિષ્ફળ પ્રયાસ:બારડોલીના ગોજી ગામે ઈંટના ઢગલાની આડમાં લઈ જવાતો 36 હજારનો વિદેશી દારુ જપ્ત; 1 મહિલા બુટલેગરની ધરપકડ, 1 વોન્ટેડ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બારડોલી રૂરલ પોલીસે બાતમી આધારે ગોજી ગામે રેડ કરી હતી. દરમિયાન પોલીસે ઇંટના ઢગલાની આડમાં સંતાડી રાખેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 36 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે 1 મહિલા બુટલેગરની અટક કરવામાં આવી છે, જ્યારે અન્ય 1ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

બારડોલી રૂરલ પોલીસ મથકના પી.એસ.આઈ ડી.આર.રાવ સહિતનો પોલીસ સ્ટાફ બારડોલી વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સાથેના અ.પો.કો ભરતસિંહ જોરૂભા તથા અ.પો.કો મેહુલકુમાર ચંપકભાઇ નાઓને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે ગોજીગામ ટાંકી ફળીયામાં રહેતા રીટાબેન સુનીલભાઇ રાઠોડે તેમના ઘરની સામે ખુલ્લી જગ્યામાં રાખેલ લાકડા તથા ઈંટના ઢગલાની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી તેનું છુટક વેચાણ કરે છે.

જે ચોક્કસ બાતમી આધારે પોલીસે બાતમીવાળા સ્થળે રેડ કરતા રીટાબેન સુનીલભાઇ ઇશ્વરભાઇ રાઠોડ (રહે.ગોજી ગામ, ટાંકી ફળીયુ, તા.બારડોલી જી.સુરત) પોલીસે તેના ઘરમાં તેમજ ઘરની સામે આવેલ ખુલ્લી જ્ગ્યામાં રાખેલ લાકડા તથા ઇટના ઢગલામાં તપાસ કરતા પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવેલ હતી. જેમાં તપાસ કરતા અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની તથા ટીન બીયર મળીને કુલ્લે બાટલી નંગ .448 કી.રૂ .36,000 / - મળી આવી હતી. પોલીસે મહિલા બુટલેગર પાસેથીની અટક કરી હતી. જ્યારે દારૂનો જથ્થો પુરોપાડનાર આરોપી અર્જુનસિંગ સંગ્રામસિંગ રાજપુત (રહે . - વાઘેચગામ , મંદીર ફળીયું તા. બારડોલી)ઓને વોન્ટેડ જાહેર કરી ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...