રાહત:મે માસમાં બીજી વાર કોરોનાના કેસ 100ની અંદર

બારડોલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત જિલ્લામાં નવા 86 કેસ સામે 210 નેગેટિવ, 4 મોત

સુરત જિલ્લામાં એપ્રિલ માસમાં કોરોના કાબૂમાં આવ્યો હોય તેમ કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. પંરતુ મોતની સંખ્યામાં ઘટાડો નોંધાતો નથી. સોમવારના રોજ વધુ 4 લોકોને કોરોના ભરખી જતાં જિલ્લામાં કોરોનાને કારણે મરણાંક 444 પર પહોંચ્યો છે. હજુ પણ સાવધાની ન રાખીશું તો આ આંકડો મોટો થતાં વાર નહી લગે.

સુરત જિલ્લામાં સોમવારના રોજ 4 લોકોના કારોનાને કારણે મોત નીપજતાં કોરોનાને કારણે મરણાંક 444 પર પહોંચ્યો છે. એપ્રિલ મહિનામાં કોરોના પિક બાદ કોરોના સંક્રમણ મે માસમાં ઘટવા લાગ્યું છે. સોમવારના રોજ છેલ્લા 24 કલાકમાં 86 કોરોના પોઝિટિવ નોંધાયા હતાં. જેની સાથે કુલ 30511 લોકો સંક્રમીત થઈ ચૂક્યા છે. જેની સામે 210 લોકોએ કોરોનાને હરાવતાં અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 28282 લોકોએ કોરોનાને માત આપી છે.

સોમવારે બારડોલી તાલુકાના મઢી ગામનો 45 વર્ષીય યુવક, કામરેજ તાડફલિયાની 37 વર્ષીય મહિલા, માંગરોળ તાલુકાના તરસાડીનો 52 વર્ષીય યુવક અને ઓલપાડ તાલુકાના દિહેણ ગામની 56 વર્ષીય મહિલાને કોરોના ભરખી ગયો છે. જિલ્લામાં હાલ 1785 કોરોના સંક્રમીત લોકો સરવાર લઈ રહ્યાં છે. ત્યારે હજી પણ સાવચેત રહેવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...