તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:બારડોલીમાં સતત બીજે દિવસે 200થી વધુ કેસ,તાપી શુક્રવારે વધુ 10 કેસ સામે આવ્યા

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • જિલ્લામાં 213 કેસ સરકારી ચોપડે નોંધાયા

સુરત જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છેે. લગાતાર 9 દિવસથી કોરોના કેસ 100ને પાર કરી રહ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી તો કોરોના ડબલ સેન્ચુરી મારી છે. આજરોજ જિલ્લામાં 213 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સામે 135 રિકવર થયા છે.

જિલ્લા આરોગ્ય વિભાગ પાસે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લામાં આજરોજ કોરોના સંક્રમીતોની સંખ્યા 213 નોધાઈ છે. જેની સાથે કુલ 16619 લોકો સંક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે 135 લોકો રિકવર થતાં કુલે 14572 લોકોએ કોરોનાને માત આપી છે. આજ રોજ બારડોલી તાલુકાના 40 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. હાલ જિલ્લામાં 1756 લોકો સારવાર લઈ રહ્યાં છે.

શુક્રવારે નોંધાયેલા કેસ

તાલુકોઆજેકુલ
ચોર્યાસી293234
ઓલપાડ422057
કામરેજ313474
પલસાણા352211
બારડોલી272676
મહુવા12689
માંડવી18750
માંગરોળ161401
ઉંમરપાડા3107
કુલ21316619

જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ 9 એપ્રિલ નારોજ વ્યારાના સ્માર્ટ હોમમાં 36 વર્ષીય મહિલા, વ્યારા વાટિકા રેસીડેન્સીમાં 31 વર્ષીય પુરુષ, વ્યારાના ગડતમાં 58 વર્ષીય પુરુષ, વ્યારાના કરણજ્યોત એપા.માં 66 વર્ષીય મહિલા, વાલોડના હાઇસ્કૂલ ફળીયામાં 52 વર્ષીય મહિલા, સોનગઢ શક્તિ નગરમાં 74 વર્ષીય પુરુષ, સોનગઢના મેઢસિંગીમાં 16 વર્ષીય તરુણ, સોનગઢના દેવલપાડામાં 37 વર્ષીય પુરુષ, સોનગઢના ડોસવાડામાં 53 વર્ષીય પુરુષ,ડોલવણના બેસનીયામાં 45 વર્ષીય પુરુષ મળી જિલ્લામાં કુલ 10 દર્દીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે.

​​​​​​​જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓના કુલ 1067 કેસ નોંધાયા છે, આજરોજ વધુ 6 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 961 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો