તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપનો ભવ્ય વિજય:આઝાદી બાદ પ્રથમ વખત બારડોલી તાલુકા પંચાયત વિપક્ષ વિનાની રહેશે

બારડોલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 20 વર્ષ બાદ સુરાલી બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી

બારડોલી તાલુકા પંચાયતમાં આજસુધીના ઈતિહાસમાં પહેલી વાર કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શકી ભાજપનો ભવ્ય વિજય તો કોંગ્રેસનો નામોસી ભર્યો પરાજય થયો તાલુકા પંચાયતમાં પહેલી વાર વિરોધ પક્ષની નો એન્ટ્રી તો બારડોલી તાલુકાની 5 જિલ્લા પંચાત બેઠક પર પણ ભાજપનો કબજો થતાં ભાજપ કાર્યકરો અને વિજેતાઑમાં ખુશીની લહેર ફેલાઇ જવા પામી હતી.મળતી વિગતો મુજબ દાયકા પહેલા કોંગ્રેસનું ગઢ ગણાતી બારડોલી તાલુકા પંચાયત પર કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઈ જતાં કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે

બારડોલી તાલુકા પંચાયતનો અમલમાં આવ્યા બાદ પહેલી વખત કોંગ્રેસની એક પણ બેઠક આવી નથી ત્યારે કોંગ્રેસ સંગઠન પણ કારમી હાર અંગે ચિંતનમાં જણાઈ રહી છે જિલ્લા પંચાયતની ત બેઠકોમાં વરાડ બેઠક પર કોંગ્રેસનાં માજી ધારાસભ્ય અનિલભાઈ પટેલ ને ભાજપના રોશન પટેલે પરાજિત કર્યા છે તો છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસનું સાસણ ધરાવતી સુરાલી બેઠક પર સુરત જિલ્લા કોંગ્રેસ સંગઠનના મહિલા પ્રમુખ અને માજી જિલ્લા પંચાયત સભ્ય મીનાબેન ચૌધરી ની કારમી હાર પણ ચર્ચામાં છે જ્યારે ભાજપના માજી જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલે પણ વાંકાનેર જિલ્લાપંચાયત બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો છે અને બારડોલી તાલુકાની તમામ 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયત બેઠક ભાજપના ફાળે ગઈ છે

અન્ય સમાચારો પણ છે...