મેઘમલ્હાર:સિઝનમાં પહેલીવાર 160 ફૂટ ઉંચા કાકરાપાર ડેમની 4 ફૂટ ઉપરથી પાણી વહ્યાં

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી નદી પર આવેલી કાકરાપાર ડેમ આ ચોમાસાની સિઝનમાં પ્રથમ વાર ઓવરફ્લો થઈ રહ્યો છે. 160 ફૂટની ઉંચાઈ ધરાવતો કાકરપાર ડેમ અત્યારે 164.10 ફૂટે છલકાયો છે. હાલ 53000 ક્યુકેસક પાણીના ડિસ્ચાર્જ સાથે ડેમ પર સૌદર્ય સર્જાતા લોકટોળા ઉમટી રહ્યાં છે.

તાપીમાં જિલ્લામાં મેઘો મહેરબાન ઉચ્છલ, વ્યારા, કુકરમુંડા 2 ઈંચ
તાપી જિલ્લામાં સોમવારે પણ મેઘરાજા મનમુકીને વરસતાં નદી નાળાં બે કાંઠે વહેવા માંડ્યા હતા. સવારે 6 વાગ્યે થી સાંજે 6 વાગ્યા સુધીમાં તાપી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પર થી મળતી માહિતી મુજબ વાલોડ 05 એમ એમ સોનગઢ 13 એમ એમ, કુકરમુંડા 41એમ એમ ઉચ્છલ 45એમ એમ અને નિઝરમાં 33 એમ એમ વ્યારામાં 41એમ એમ જ્યારે ડોલવણ 19 એમ એમ છેલ્લા બાર કલાકમાં સારો રહ્યો હતો. સવારથી જ મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કરી દેતા જળબંબાકારની ની પરિસ્થિતિ જોવા મળી હતી અને ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...