તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કોરોના કાળમાં પ્રથમવાર સુરત કરતા તાપી જિલ્લામાં વધારે કેસ

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે સુરત જિલ્લામાં ‘0’ અને તાપીમાં ‘3’ કેસ મળ્યા

રવિવારના રોજ સુરત જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાતા રાહત અનુભવાઇ છે.જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 32079 છે તો વધુ બે દર્દીઓ સાજા થતાં કુલ 31580 દર્દીઓ સાજા થયા છે છેલા 24 કલાકમાં જિલ્લામાં એક પણ કોરોના દર્દીનુ મોત થયું નથી તો હાલ સમગ્ર જિલ્લામાં 14 દર્દીઓને કોરોનાની સારવાર હેઠળ રાખવામા આવ્યા છે.

તાપીના ત્રણેય કેસ વાલોડ તાલુકાના
રવિવારે તાપી જિલ્લાના ત્રણેય કેસ વાલોડ તાલુકામાંથી મળ્યા હતા. જામણીયા ગામના ચૌધરી ફળીયામાં 55 વર્ષીય મહિલા અને 56 વર્ષીય મહિલા જયારે હથુકા ગામના ડુંગરી ફળીયામાં 11 વર્ષીય કિશોરનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 3888 કેસો નોંધાયા છે. જેમાંથી હાલ 5 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...