બેઠક:નાણાકીય હેરફેર રોકવા ફલાઇંગ સ્કવોડ અને ચેકપોસ્ટ કાર્યરત

બારડોલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓક દ્વારા જણાવાયું હતું કે, આદર્શ આચાર સહિંતાચુસ્ત અમલ માટે આપણે સૌ પોતાની કચેરીથી શરૂઆત કરવાની રહેશે અને ત્યારબાદ આપોઆપ જાગૃતિ આવશે. સરકારી કચેરીમાંથી કોઇપણ પ્રકારનું પ્રચારનું સાહિત્ય-સરકારી કલેન્ડર,વેબસાઇટ ઉપર મહાનુભાવોના ફોટોગ્રાફ આ બંધુ તુંરત દુર કરવો અને આચાર સહિંતા નોડલ ઓફિસરને રીપોર્ટ કરવો.

રાજકીય પક્ષો માટે સરકીટ હાઉસ, સરકારી આવાસ, વિશ્વામગૃહ ઉપર આચાર સંહિતનો અમલ આવે છે. પદાધિકારીઓ પોતાના સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે નહી. રાજકીય પ્રવૃતિ માટે સરકારી મકાનો શાળા કોલેજના મકાનોનો ઉપયોગ ઉપર રોક લાગુ પડે છે. રાજ્ય સરકારી દ્વારા સંપુર્ણ અથવા આંશિક નાણાકીય સહાય મેળવતી કોઇપણ નાણાકીય સંસ્થાએ કોઇપણ વ્યકિત કે કંપનીને આપેલી લોન આચાર સંહિતાનો અમલ કરવાના સમયગાળા દરમિયાન માંડવાળ કરી શકાશે નહી.

તે જ રીતે આવી નાણાકીય સંસ્થાઓએ લોન આપવાની રકમની જે મર્યાદા નક્કી કરી છે તે મર્યાદા આચાર સંહિતાનો અમલ કરવાના સમયગાળા દરમિયાન વધારી શકાશે નહિ. ચૂંટણી દરમિયાન સત્તાધારી પક્ષના હિતોને મદદરૂપ થાય તે હેતુથી રાજકીય સમાચારોનો અને સિદ્ધિઓના પ્રચારની જાહેરાત વર્તમાન પત્રો તથા અન્ય માધ્યમો દ્વારા સરકારી ખર્ચ/જાહેર નાણા દ્વારા ન કરવા આવે તેમજ સરકારી માધ્યમનો દુરુપયોગ ન થાય તે આચારસંહિતાના નોડલ ઓફીસરની ટીમ તેમજ નાણાકીય હેરફેર રોકવા ફલાઇંગ સ્કોડ કાર્યરત છે.

વિસ્તારની સરહદો ઉપર ચેક પોસ્ટ પણ કાર્યરત છે. તેમજ ચૂંટણીલક્ષી જાહેરાત કરતાં પહેલા મીડીયા સર્ટીફીકેશન અને મોનીટરીંગ કમિટી પાસે પરવાનગી લેવાની રહશે. પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો, વ્યવસાયિક શિક્ષણ આપતાં સંકુલો, મકાનો સ્થળોનો ઉપયોગ સામાન્ય સંજોગોમાં કોઇપણ રાજકીય પ્રવૃત્તિ માટે થઇ શકશે નહિ. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે પોલીસ કમિશ્નર અને પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...