ગણપતિ વિસર્જન યાત્રાની પૂર્વ તૈયારી:બારડોલીમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ફ્લેગમાર્ચ, પોલીસ સ્ટાફે વિસર્જન રૂટનું નિરીક્ષણ કર્યું

બારડોલી21 દિવસ પહેલા

આવનાર 9 તારીખે ગણેશ વિસર્જન છે, ત્યારે સુરત જિલ્લામાં સંવેદનશીલ ગણાતા બારડોલીમાં વિસર્જન યાત્રાને લઈ પોલીસ તંત્ર દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું હતુ. વિસર્જન યાત્રાના રૂટ પર પોલીસ મથકેથી ઇન્ચાર્જ રેંજ ડી.આઈ.જી સૌરભ તોલભીયા તેમજ સુરત જિલ્લા ડી.એસ.પી હિતેશ જોઇસરની આગેવાનીમાં જિલ્લાનો તમામ પોલીસ સ્ટાફે વિસર્જન રૂટનું નિરીક્ષણ કર્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ વ્યવસ્થા તેમજ કાયદો અને વ્યવસ્થા વિસર્જન યાત્રા દરમિયાન જળવાય રહે તે માટે પોલીસ કર્મીઓને સૂચનો કરવામાં આવ્યા હતા. પોલીસ મથકેથી નીકળેલ મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ રૂટનું નિરીક્ષણ કરી સ્વરાજ આશ્રમ ખાતે પહોંચી ત્યાં ફ્લેગમાર્ચ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

આધુનિક ટેક્નિક સાથે પોલીસ કર્મીઓની ફરજો નિયુક્ત કરાઈ
બારડોલીના રેલવે સ્ટેશન ત્રણ રસ્તા ખાતેથી નીકળતી ગણેશ વિસર્જન યાત્રામાં પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે 300થી વધુ પોલીસ જવાનો, 200થી વધુ હોમગાર્ડ અને જી.આર.ડી જવાનો, 20થી વધુ પોલીસ અધિકારીઓ તેમજ એસ.આર.પી બંદોબસ્ત તહેનાત કરવામાં આવશે. ટાઉનનું સર્વે કરી 150 કેમેરા નગરમાં લગાવેલ છે. અન્ય સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા કેમેરાઓ લગાવવામાં આવશે.100થી વધુ બોડીવોમ કેમેરા લગાવેલી પોલીસની ટીમ વિસર્જન યાત્રામાં ફરજ બજાવશે અને ખાસ કરીને સંવેદન શીલ સ્થળોએ તમામ મંડળોની ગતિવિધિ કેમેરામાં કેદ કરવામાં આવશે. પહેલી વખત બારડોલીમાં વિસર્જન યાત્રા દરમિયાન બે ડ્રોન કેમેરાથી ઇ સર્વેલન્સ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...