ગેરકાયદે વસવાટ:બોગસ પુરાવા બનાવી ગેરકાયદે રહેતાં પાંચ બાંગ્લાદેશી પકડાયા

બારડોલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ આરોપીઓ કામરેજના ખોલવડ ગામે ભાડેથી રહેતા હતા

બોગસ દરસ્તાવેજ બનાવી સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા 5 બાંગ્લાદેશીને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ તમામ અગાઉ કામરેજ તાલુકાના ખોલવડ ગામે રહેતા હતા અને ત્યા જ તેઓએ બોગસ ઓળખ પુરાવા બનાવ્યા હોવાનું ખુલ્યું હતું. આ ઘટનામાં અન્ય મળી કુલ 15 ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

અગાઉ કામરેજ તાલુકાના ખોલવડ ગામે આવેલા ઈકબાલભાઈની ચાલીમાં રહેતાં ઈકબાલભાઈના મકાનમાં કેટલાક બાંગ્લાદેશી ગેરકાયદે રહેતા હતા. અને આ સમનામા મુજબ બોગસ આધાર પુરાવા બનાવી હાલ સુરતના લીંબાયત વિસ્તારમાં વસવાટ કરી રહેલા 5 બાંગ્લાદેશીને પોલીસે ઝડપી પાડ્યા હતાં. આ બાંગ્લાદેશી નાગરિકોએ પોતે ભારતીય નાગરિક હોવાની ખોટી ઓળખ ઉભી કરી હતી. મળતિયાઓની મદદથી ભારતીય નાગરિકતાના બનાવટી તથા બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ તથા ચૂંટણી કાર્ડ વિગેરે બનાવી લીધાં હતાં.જે ખોટા દસ્તાવેજો ને સરકારી કચેરીમાં ખરા દસ્તાવેજ તરીકે રજૂ કરેલ હતા અને તેનો દુરુપયોગ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...