આગ:માંડવીના મોરીઠા ગામમાં પુળિયાના 5 ઢગલામાં આગ

માંડવી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાના મોરીઠા ગામે ગોડાઉન ફળિયામાં મુકેલા ડાંગરના પુળિયાના ઢગલામાં અગમ્ય કારણસર આગ લાગી ગઈ હતી, જે આગમાં ગામના પાંચ ખેડૂતને લાખોનું નુકસાન થયેલ છે. ઢગલાની નજીક ટેમ્પો અને પાણીની મોટર બળી ગઈ હતી.

મોરીઠા ગામે ગોડાઉન ફળિયામાં રહેતા ખેડૂતોએ ડાંગરને ઝુડીને પશુના આહાર માટે પુળિયાના ઢગલા કર્યા હતાં. ઢગલામાં શનિવારે આગ લાગી હતી. જેમાં મહેન્દ્રભાઈ ચૌધરીના પુડિયા અને ટેમ્પો જલાઉ લાકડા, અર્જુભાઈ પોસલાભાઈ ચૌધરીના ડાંગરના પુળિયા અને 4 ટેમ્પા જલાઉન લાકડા, કિરણભાઈ ચૌધરીના ડાંગરના પુળિયા, મુકેશભાઈ ચૌધરીના ડાંગરના પુળિયા અને 2 પિકઅપ જેલટા જલાઉ લાકડા, અશોકભાઈ રમેશભાઈ ચૌધરીના પુળિયા અને 2 પિકઅપ જલાઉ લાકડા અને તાડપત્રી આગમાં બળી ગી હતી. સાથે નજીકમાં પાણીની મોટર અને આઈસર ટેમ્પો નં (GJ-05UU-9093)ને પણ આગને કારણે નુકસાન થયું હતું. આગમાં 91 હજારના પુળિયા અને જલાઉ લાકડા મળી લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આગ લાગતાં ગામમાં ચહલ પહલ થઈ ગઈ હતી. આગની જાણ માંડવી ફાયરને કરવામાં આવતાં ઘટના સ્થળે આવી પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. ફાયરની ગાડી આવે એ પહેલા લોકોએ હાથ વગા સાધનથી કાબૂ લેવાની કોશિશ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...