આગમાં લાખોની મત્તા બળીને ખાખ:મહુવાની મુખ્ય બજારમાં ફૂટવેરની દુકાનમાં આગ; ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો

બારડોલી10 દિવસ પહેલા

સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામે મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. મુખ્ય બજારમાં આવેલી ફૂટવેરની દુકાનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી. જોકે ફાયર વિભાગની ટીમ પહોંચે તે પહેલાં ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં લાખોની મત્તા બળીને ખાખ થઈ જવા પામી છે.

ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ, મહુવા તાલુકાના અનાવલ મુખ્ય બજારમાં ફેમિલી ફૂટવેર નામની દુકાન આવેલી છે. છેલ્લા 9 વર્ષથી આ ફૂટવેરની દુકાન સરફરાઝ ગફાર હમજાણી ચલાવી રહ્યાં છે. જે દુકાનમાં ગતરોજ મોડી રાત્રે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાની સાથે બારડોલી ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. જોકે તે પહેલાં ગ્રામજનોએ એકજુથ થઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

આગની ઘટનામાં 20 લાખથી વધુનું નુકશાન
બારડોલી ફાયરની ટીમ મહુવા પહોંચે તે પહેલાં તો આગ પર ગ્રામજનોએ જ કાબુ મેળવી લીધો હતો. આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું દુકાન માલિકે જણાવ્યું હતુ. તેઓના જણાવ્યા મુજબ આગની ઘટનામાં 20 લાખથી વધુનું નુકશાન થવા પામ્યું છે. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

અન્ય સમાચારો પણ છે...