જન સુવિધા:સિટીઝન ફર્સ્ટ એપથી હવે FIR ઘરબેઠા થઇ શકશે

બારડોલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલીના ટાઉનહોલમાં e-FIR અંગે માર્ગદર્શન કાર્યક્રમ

બારડોલીમાં ઇ.એફઆરઆઈ અંગે માગ્દર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રેન્જ આઈજીની અધ્યક્ષતામાં નગરજનો, વિદ્યાર્થીઓને વાહન ચોરી, મોબાઈલ ચોરી, અંગે ઓનલાઈન ફરિયાદ કરવા માહિતગાર કરાયા. સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસે ઇ-એફઆઈઆર જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈ.જીની અધ્યક્ષતામાં ટાઉન હોલમાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. પોલીસ મથકે કેટલાક ગુનાઓ માટે ફરિયાદ માટે ફરિયાદીને ધક્કા ખાવા મટે એ હેતુ સાથે ગુજરાત પોલીસ દ્વારા ઇ-એફઆઈઆર અંગે માહિતી આપવામાં આવી.

ઈ-એફઆઈઆર કઈ રીતે કામ કરે છે. અને તેના કેટલા લાભો છે.તે અંગે એક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સીટીઝન ફર્સ્ટ એપના માધ્યમથી ખાસ કરી ને હવે વાહન ચોરી, મોબાઈલ ચોરીની ફરિયાદ કરી શકાશે. અને 48 કલાકમાં લાગુ પડેલ પોલીસ મથક સીધો ફરિયાદીનો સંપર્ક કરવામાં આવશે.વાહન ચોરી , મોબાઈલ ચોરી સાથે ભાડુઆતની વિગતો, NOC જેવી અનેક કામગીરી હવે ડિજિટલ બનતા ઘરે બેઠા કરી શકનાર છે. સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ પર નાગરિકો સીધી ફરિયાદ કરી શકે છે જે ગુજરાત સરકારની અનોખી પહેલ છે.

જેમાં ફરિયાદ ઉપરાંત ફરિયાદની કોપી પણ આ એપના માધ્યમથી ઘર બેઠા મળી રહેશે અને લોકો દ્વારા કરાયેલી ફરિયાદ 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરી ઘટના સ્થળની મુલાકાત કરશે અને ફરિયાદીને તેની જાણ SMS દ્વારા મળતી રહેશે. ફરિયાદની પ્રક્રિયા 21 દિવસોમાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવનાર હોવાની સુવિધા કરવામાં આવી છે.

વાલોડમાં પણ e-FIR અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
તાપી જિલ્લા પોલીસ અધિક્ષક ચંદ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને વાલોડમાં પણ ગુજરાત પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અને પોર્ટલ ઉપર e-FIR સેવા ઉપલબ્ધ કરાઈ તે અંગેની જાણકારી માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં E-FIR ના ઉપયોગ માટે ગુગલ પ્લે સ્ટોરમાં જઇ ‘સીટીઝન ફર્સ્ટ’ એપ ડાઉનલોડ કરવા અને તેમા સામેલ વિવિધ સેવાઓ ૉનો ઉપયોગ કરવા ખાસ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...