મારી નાખવાની ધમકી:તડકેશ્વર ગામે બાઈક પાર્કિંગ મુદ્દે બોલાચાલી બાદ મારામારી

માંડવી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાના તડકેશ્વર ગામે રહેતો યુવાન એની પત્ની સાથે ખરીદી કરવા બજારમાં ગયા હતાં. ત્યારે યુવાન પોતાની બાઈકને સાઈડે પર પાર્ક કરી ઊભો હતો. તે દરમિયાન યુવક આવી બોલાચાલી કરી મારામારી કરી હતી.

તડકેશ્વર નવપારાના રહીશ રાકેશ બુધિયા વસાવા (23) બાઇક (GJ-05FS-6350) પર પત્ની સાથે તડકેશ્વર બજારમાં ખરીદી માટે નીકળ્યા હતાં. તે દરમિયાન પત્ની કટલરીની દુકાનમાં ગઈ હતી અને રાકેશ વસાવા બાઈક રોડ સાઈડ પર પાર્ક કરી ઊભો હતો. તે દરમિયાન થોડા દિવસ પહેલા જ આફ્રીકાથી આવેલ કેસ (જેના પુર નામની ખબર નથી)નામનો યુવાન તથ બીજો યુવાન (જેના પણ નામની ખબર નથી) બાઇક પર આવી બાઈક અહીંયા કેમ પાર્ક કરી છે કહી ગાળાગાળી કરવા લાગ્યા હતા. ગાળ આપવાનું ના પાડતા મારમાર્યો હતો. થોડીવારમાં સિરાજ ગુલામ ચૌહાણ આવી તે પણ ગાળો આપી માર મારવા લાગ્યો હતો. .

સ્થાનિકો આવી જતાં વધુ મારથી બચાવેલ રાકેશ પત્ની સાથે ઘરે જતો હતો. દરમિયાન રસ્તામાં બિલાલ હનિફ કોલીયાએ મારા મિત્રો સાથે કેમ ઝઘડો કરે છે કહી તમાચા માર્યા હતાં. આમ તડકેશ્વર ગામે થયેલ બબાલ અંગે રાકેશ વસાવાએ ફરિયાદ કરતાં માંડવી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

જ્યારે બીજી બાજુ સિરાજ ગુલામ ચૌહાણે પણ પ્રકાશ ઉર્ફે પકો વસાવા, શશિકાંત ઉર્ફે ગોધો વસાવા અને રાહુલ વસાવા વિરુદ્ધ ફરિયાદ આપી જણાવ્યું હતું કે આરોપીઓએ અગાઉ અજાણ્યા મોટરસાઈકલવાળા સાથેની મારમારીમા છોડાવેલ જે બાબતે વહેમ રાખી ઢીક્કામુક્કીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...