તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:બુહારી હાટબજારમાં લસણના મુદ્દે બે પક્ષ વચ્ચે મારામારી

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

વાલોડ તાલુકાના બુહારીના હાટ બજારમાં લસણના પુરેપુરા નાણાં ચૂકવ્યા હોવા છતાં સારું લસણ ન આપવાના મામલે ગ્રાહકે વેપારીને કહેવા જતા, વેપારીઓએ સામૂહિક હુમલો કર્યો હતો. જેની જાણ ગ્રાહકના ગ્રામજનોને થતા બન્ને પક્ષે મારામારી થઇ હતી. વેપારીઓમાંથી એક વેપારીએ કાટલાથી માથું ફોડતાં વાતાવરણ ગરમાયુ હતું.

બુહારીમાં બુધવારે અઠવાડિક હાટ બજાર ભરાય છે. આજુબાજુના ગામના લોકો શાકભાજી અને કરિયાણું લેવા આવતા હોય છે. ગઈકાલે સ્થાનિક રહીશ બજારમાં શાકભાજી લેવા આવેલા જેમાં લસણની દુકાને રૂ. 40 નું અઢીસો ગ્રામ ભાવતાલ નક્કી કરી ત્રાજવામાં વજન કરવા લસણ નાંખતા વચ્ચે નાની કળીનું પણ વજન કરતા ગ્રાહકે રકઝક કરી હતી.

હાટ બજારમાં રકઝકે મોટું સ્વરૂપ ધારણ કરતા જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. મારામારી દરમિયાન યુવકને વેપારીઓ પૈકી એકે વજનીયું માથે મારતા ઈજા થઇ હતી. કેટલાક આગેવાનો આ મામલો શાંત પાડવા જતા ધક્કે ચઢાવ્યા હતા. આખરે બંને પક્ષે સમાધાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો