પલસાણા તાલુકાના કારેલી ગામે આવેલ તુલસી પેપર મિલના 6 વીઘામાં પેપર વેસ્ટ ગોડાઉનમાં આગ લાગી હતી. સોમવારે મોડી સાંજે 8 વાગ્યાના અરસામાં પેપર મિલની પાછળની ભાગે આવેલ વેસ્ટના ગોડાઉનમાં પાછળના ભાગે ભીષણ આગ લાગી હતી. પલસાણા, બારડોલી અને સુરતના મળી 10થી વધુ ફાયર ફાયટરો કામે લાગ્યા હતા.
6 વીઘામાં જગ્યામાં રખાયેલા પેપર વેસ્ટમાં આગ ફેલાઈ જતા મિલમાં દોડધામ મચી હતી. 3 કિમિ દૂરથી આગની જ્વાળાઓ જોવા મળી રહી હતી. મિલમાં રહેલી ફાયર સેફટી અને ફાયર બ્રિગેડની ટિમ મળી 100 મણસોથી વધુ આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથધર્યા છે આ લખાઈ ત્યાં સુધીમાં આગ પર કાબુ મેળવાયો નથી. મિલના લોડર મશીન દ્વારા પેપર વેસ્ટરના બંડલ એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી આગને ફેલાતી અટકાવી રહ્યા છે. આ આગમાં અંદાજીત પેપર વેસ્ટના 5000થી વધુ બંડલ સ્વાહા થયા હતા.
ફાયર સેફ્ટી હતી જ નહીં
મિલમાં વિકરાળ આગથી આસપાસના ગામના 1000થી વધુ લોકોનું ટોળું મિલ પર ઘસી આવ્યું હતું. મિલમાં ફાયરની સેફટી રખાઈ છે, પરંતુ જ્યાં 5000થી વધુ વેસ્ટ પેપરના બંડલ રખાયા હતા. ફાયર સેફટી નહિ હોવાથી આગ વકરી હતી.
વચ્ચે જવું મુશ્કેલ બન્યું
પેપર વેસ્ટનો સ્ટોક વધુ ઉપરાંત બંડલ વચ્ચેની જગ્યાના અભાવે વેસ્ટનું ગોડાઉન આગની ચપેટમાં આવી ગયુ, જેથી આગની જ્વાળાઓ વચ્ચે જઇ આગને કાબૂમાં લેવું ફાયર માટે મુશ્કેલ બનતા એક બાજુએથી પેપરમાં બંડલો પર પાણી નાખ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.