• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • Fierce Fire In Meter Box Installed Outside House In Navdurga Society; There Was Chaos In The Society, The Fire Department Brought The Fire Under Control

ઘરના વીજ મીટરમાં આગ:નવદુર્ગા સોસાયટીમાં ઘરની બહાર લગાવેલી મીટર પેટીમાં ભીષણ આગ; સોસાયટીમાં અફરા તફરીનો માહોલ, ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી

બારડોલી13 દિવસ પહેલા

બારડોલીના નવદુર્ગા સોસાયટીમાં ઘરની બહાર લગાવેલી મીટર પેટીમાં ભીષણ આગ લાગી હતી. સોસાયટીમાં આગ લાગવાની ઘટના બનતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. શોર્ટ સર્કિટ અને ધડાકા સાથે આગ વકરતા બારડોલી ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમેં સ્થળ પર પહોંચી ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો..

મીટર સંપૂર્ણરીતે બળીને ખાખ થઈ ગયુ હતુ
મીટર સંપૂર્ણરીતે બળીને ખાખ થઈ ગયુ હતુ
સોસાયટીના રહીશોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો
સોસાયટીના રહીશોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો

શોર્ટસર્કીટ થતા આગ લાગવાનું બહાર આવ્યું
નગરના મધ્યમાં આવેલી નવદુર્ગા સોદાયટીમાં આજરોજ બપોરના સમયે એક ઘરની બહાર મુકેલી મીટર પેટીમાં આગ લાગી હતી. સોસાયટીમાં ડી-59 નંબરના ઘરમાં રહેતા પરસોતમભાઈ પટેલના ઘરની બહાર મુકવામાં આવેલી મીટર પેટીમાં આગ લાગતા સોસાયટીના રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતા તાત્કાલિક ઘરના તમામ સભ્યો ઘરની બહાર નીકળી ગયા હતા. અને ત્યાર બાદ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે જોત જોતામાં શોર્ટ સર્કિટ તેમજ ધડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકો ગભરાયા હતા અને તાત્કાલિક બારડોલી ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. ફાયરની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ પર કાબુ લેવાતા ઘરના લોકો તેમજ સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.

ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી
ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી
અન્ય સમાચારો પણ છે...