હુકુમ:નકલી પોલીસ બની લોકોને ઠગનાર ફિરોઝ પઠાણને 15 વર્ષની સજા

પલસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામરેજમાં લૂંટ,બારડોલી, મહુવા , સુરત શહેર અને જિલ્લાના અનેક ગુનાના કેસ હજુ ચાલુ

સુરત શહેર અને સુરત જિલ્લાના જુદાજુદા પોલીસ મથક વિસ્તારમાં નકલી પોલીસ બની રસ્તે જતા લોકોને થગી મોબાઈલ તેમજ વાહનો લઈ ફરાર થઈ હતો રીઢો ગુનેગાર ફિરોઝ ઉર્ફે ચીકના વિરુદ્ધ પલસાણા પોલીસ મથક તેંમજ કડોદરા પોલીસ મથકમાં છેતરપિંડીના 3 ગુના નોંધાયા હતા જે અંતર્ગત પલસાણા પોલીસે દાખલ કરેલી ચાર્ટશીટ અને સરકારી વકીલના દલીલને ગ્રાહ્ય રાખી પલસાણા નામદાર જજે તમામ ગુનામાં જુદીજુદી સજા મળી કુલ 15 વર્ષની સજા ફટકારી હતી.

માહિતી અનુસાર ઠગાઈ અને વાહન ચોરીના ગુનામાં માહેર આરોપી ફિરીઝ ઉર્ફે ચીકન મૂળ દમણનો રહેવાસી છે અને હાલ તે પલસાણાના કરણ ગામે બીજા લગ્ન કરી રહેતો હોવાની ચર્ચા હતી 2018 માં વાહન ચોરી નકલી પોલીસ બની વાહન પડાવી લેવા પલસાણા અને કડોદરા પોલિસ મથકમાં અલગ અલગ 4 ગુના નોંધાયા જતા જે અનુસંધાનમાં પલસાણા પોલીસે આ રીઢા આરોપી એવા ફિરોઝ ઉર્ફે ચીકના વિરુદ્ધ મજબૂત ચાર્ટશીટ તૈયાર કરી તેમજ પુરાવા સાથે પલસાણા અધિક જ્યુડિસ્યલ મેજિસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ કોર્ટેમાં રજૂ કરવામાં આવ્યો હતો

જ્યાં સરકારી વકીલ તરીકે ભાવનાબેન એન. પંડીયાએ ધારધાર દલીલને નામદાર જજ હાર્દિકભાઈ દેસાઈ સાહેબે ગ્રાહય રાખી માથાભારે અને રીઢા ગુનેગાર એવા ફિરોઝ ઉર્ફે ચીકનાને તકસીરવાર ઠેરવયો હતો આરોપીને 4 જેટલા ગુનામાં જુદીજુદી સાજા માં પાચ વર્ષ અને છ વર્ષ તેમજ ચોરીના અન્ય બે ગુન્હામાં બે બે વર્ષની સજાનો હુકમ મળી કુલ 15 વર્ષની સજા ફટકારવામાં આવી હતી તમામ સજાઓ જુદીજુદી ભોગવવા હુકમ કરવામાં આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...