તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભય:માંડવીમાં નહેરની બંને તરફ ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય છવાતા ખેડૂતો પર જંગલી પ્રાણીના હુમલાનો ભય વધ્યો

માંડવી8 દિવસ પહેલા
 • કૉપી લિંક

માંડવીમાંથી પસાર થતી કાકરપાર જમણાકાંઠા નહેરની બંને બાજુ ચોમાસામાં ઊગી નીકળેલી ઝાડી ઝાંખરીની સફાફ સફાઈ ન થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હિંસક પ્રાણીઓના હુમલાના ભયને લીધે તેઓ દિવસે પણ નહેર પરથી પસાર થતાં થથરી રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી નગરના અંધાત્રી રૂપણ અને વરેઠ વિસ્તારમાંથી પસાર થતી કારપાર નહેરની બંને બાજુ ઝાડી ઝાંખરી ફેલાઈ ગયેલી છે. થોડા વિસ્તારમાંથી ઝાડી ઝાંખરીઓ દૂર કરી સિંચાઈ વિભાગ દ્વારા આ કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. અંધાત્રી તથા વરેઠ વિસ્તારમાં ઘણીવાર દીપડા દેખાતા હોવાની ચર્ચાના કારણે ખેડૂતો દિવસે પણ ઝાડી ઝાંખરી ભરેલા વિસ્તારમાંથી પસાર થતાં ડરી રહ્યાં છે. સિંચાઈ વિભાગ દ્વારા તાકીદે આવી નડતરૂપ ઝાડી ઝાંખરીને દૂર કરવામાં આવે એવી ખેડૂતો તથા આ માર્ગ પરથી પસાર થતાં લોકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો