તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મજબૂરી:રોજગારી છીનવાઇ જવાના ડરે રોજમદારોએ હડતાલ સમેટી

બારડોલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકાના સીઓએ હડતાલ પર ઉતરેલ રોજમદારો સાથે ચર્ચા કરી હતી. - Divya Bhaskar
પાલિકાના સીઓએ હડતાલ પર ઉતરેલ રોજમદારો સાથે ચર્ચા કરી હતી.
  • વેતન વધારા મુદ્દે બારડોલી પાલિકાના 117 કામદારો હડતાલ પર હતા
  • નગરમાં બપોર બાદ કચરાનું કલેક્શન શરૂ થતાં રાહત

બારડોલી નગરમાં ડોર ટુ ડોર કચરો કલેક્શનનું કામ કરતા 117 રોજમદારો લઘુતમ વેતન ધારા હેઠળ ભથ્થાનો દૈનિક થયેલ વધારો ઉમેરવાની માંગણી સીઓ કોમલ ધીનૈયાએ નહિ સ્વીકારતા, ગુરુવાર બપોર પછી હડતાલ પર ઉતરી ગયા હતા. સવારે પણ હડતાલ ચાલુ જ રાખતા નગરમાં કચરાના ઢગલા થઈ ગયા હતા. નગરજનો ગંદકી જોઇને હાલ બેહાલ થયા હતા. આખર સવારે પાલિકાના સીઓએ ફરી કામદારો સાથે મિટિંગ કરતા મામલો થાળે પડ્યો હતો, અને બપોર પછી રોજમદારો હડતાલ સમેટી કામે જોડાતા પાલિકાના આરોગ્ય વિભાગે રાહત અનુભવી હતી.

જોકે, રોજમાં વધારો નહિ કરવા છતાં, નવા રોજમદાર મુકવાની વાતથી રોજગારી છીનવાઈ જવાના ડરથી રોજમદારો કામે લાગી ગયા હોવાનું જાણવા મળેલ છે. મળતી વિગતો મુજબ બારડોલી નગરપાલિકાના 117 રોજમદારોની હડતાળના પગલે શુક્રવાર સવારે નગરમાં ખાઉધરગલી નજીક અનેક સ્થળે ઢગલાઓ જોવા મળ્યા હતા. 24 કચરાના વાહનો સવારથી કચરો લેવા નહિ નીકળતા, લોકો સવારે કચરાપેટી લઈ વાટ જોતા રહ્યા હતા. બાદમાં ખબર પડતાં ફરી ઘરોમાં કચરાપેટી મૂકી હતી.

આખર પાલિકાના સીઓ સવારે રંગ ઉપવન ખાતે પહોંચી રોજમદારો સાથે ચર્ચા કરી હતી, અને જે હાલનું પાલિકા 422 રૂપિયા રોજ ચુકવણું કરે, એ અન્ય કોઈ પાલિકા ચૂકવતી ન હોવાનું જણાવ્યું હતું. જે બાબતે તપાસ કરવાં પણ જણાવ્યું હતું. અને જો હડતાલ ચાલુ રાખવામાં આવે તો જે હાલ રોજ આપવામાં આવે છે, એ ઘટાડવા બાબતે પણ જણાવતા આખર રોજમદારો રોજગારી નહિ છીનવાઈ એવા ડરે નારાજગી સાથે હડતાલ સમેટી હતી, અને બપોર પછી કામે લાગી ગયા હતા. નગરમાં બપોર પછી કચરો ઊઠાવવાનું શરૂ થતાં નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો.

મજબૂરીના માર્યા અમારે કામે ચડવું પડ્યું
રોજમદારોના જણાવ્યા મુજબ અમોએ લઘુતમ વેતન અધિનિયમ હેઠળ મળવાપાત્ર 72.20 રૂપિયાનો વધારો કરવાની માંગણી કરી હતી. અમારા હક્કના મળતાં રૂપિયા જ વધારો કરવાની માંગણી હતી. પરંતુ જે બાબતે નિર્ણય આવ્યો નહિ, બીજા રોજમદારોએ કામ પર ચડવવાની વાત કરતાં, આખર કામે જોડાયા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...