ધ બર્નિગ કાર:પલસાણાનાં ચલઠાણ નજીક હાઇવે પર શોર્ટસર્કિટના કારણે કારમાં ભિષણ આગ; વડોદરાના પરિવારનો આબાદ બચાવ

બારડોલી14 દિવસ પહેલા

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર પલસાણા તાલુકાના ચલથાણ ગામની સીમમાં કાર ભડકે બળી હતી. મોડીરાત્રે બનેલી ઘટનાને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શિરડીથી દર્શન કરી પરત વડોદરા ફરી રહેલ પરિવારની કાર શોર્ટસર્કિટના કારણે ભડકે બળી હતી. જોકે સદનશીબે પરિવારના ચારેય સભ્યનો આબાદ બચાવ થયો હતો.

અને કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી
ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ વડોદરાના ઇલોરા પાર્ક સુભાનપુરા સોસાયટી, અબુદા નગરમાં રહેતા હેમંતભાઈ જી.પટેલ પોતાની સ્વીફ્ટ ડિઝાયર કાર નંબર GJ-06-EH-8074 લઈ પત્ની, સાઢુંભાઈ અને તેની પત્ની સાથે શેરડી દર્શન કરવા ગયા હતા. જ્યાંથી દર્શન કરી પરત થઈ રહ્યા હતા તે દરમિયાન મુંબઈ-અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે પર પલસાણા તાલુકાના ચલથાણ ગામની સીમમાં તેઓની કારના આગળના ભાગે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.

જોત જોતામાં આખેઆખી કાર આગની ચપેટમાં
હેમંતભાઈ પટેલે સમય સુચકતા વાપરી પોતે બહાર નીકળી પરિવારના સભ્યોને પણ બહાર કાઢી લીધા હતા. જોત જોતામાં આખેઆખી કાર આગની ચપેટમાં આવી જતા કાર ભડકે બળી હતી. નેશનલ હાઈવે પર વચ્ચોવચ કારમાં આગ લાગવાની ઘટનાને લઈ અફરાતફરી સર્જાય હતી. ઘટનાની જાણ પલસાણા P.E.P.L ફાયર અને કડોદરા નગરપાલિકાની ટીમને જાણ કરવામાં આવતા સ્થળ ઉપર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. કારમાં લાગેલી આગની ઘટનાને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થવા પામ્યો હતું.

અન્ય સમાચારો પણ છે...