ચોરી:આંગલધરા નહેર પર ફરી મોટર ચોરાતા ખેડૂતો ભર ઉનાળે મુશ્કેલીમાં

મહુવા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત દિવસોમાં પણ અનેક મોટરની ચોરી થઇ હતી

મહુવા તાલુકાના આંગલધરા ગામેથી રાત્રી દરમિયાન ફરી ખેડૂતો દ્વારા નહેર પર પિયત માટે મુકેલ 5 એચપીની 2 મોનો બ્લોક મોટર અજાણ્યા તસ્કરો ચોરી જતા ચકચાર મચી જવા પામી હતી.બીજી વાર નહેર પરથી ચોરાતી મોટરના પરિણામે ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ છે.અને ભર ઉનાળે મુશ્કેલીમા મુકાયા છે.

મહુવા તાલુકાના ગામોમાં તસ્કરો ફરી સક્રિય થતા ગરીબ ખેડૂતો મુશ્કેલીમા મુકાઈ ગયા છે.અજાણ્યા તસ્કરોએ અગાઉ ખેતરમા સિંચાઈ માટે મુકેલ મોટરો ચોરી કરી મહુવા તાલુકાના ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે.મહુવા તાલુકાના વેલણપુર,ઝેરવાવરા તેમજ કોષ ગામના ખેડૂતોમા તસ્કરોના આતંકને લઈ હાહાકાર મચી ગયો છે.

આંગલધરા ગામે નહેર પરથી રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરો દ્વારા સિંચાઈના પાણી માટે નહેર પર મૂકેલ ખેડૂતોની મોનો બ્લોક મોટર ચોરી ગયા હતા.જે ઘટના તો ખેડૂતો હજી ભૂલ્યા નથી ત્યાંતો ફરી બે દિવસ પહેલા રાત્રી દરમિયાન આંગલધરા નહેર પરથી કોષ ગામના બે ખેડૂતોની મોટર ચોરાતા ચકચાર મચી જવા પામી હતી. કોષ ગામના ખેડૂત મંગાભાઈ બાબરભાઈ આહિર અને કનુભાઈ છિબાભાઈ આહિરની આંગલધરા નહેર પર મૂકેલ 5 એચપીની બે મોટર તસ્કરો ચોરી ગયા હતા. આ મોટરો ચોરાતા ફરી ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...