તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમર્થન:ખેડૂત સંગઠનોનું આજે ભારત બંધનું એલાન જેમાં સુરત જિલ્લા ખેડૂત સમાજ પણ જોડાશે

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત વિરોધી 3 કાયદા પાછા ખેંચવા દરેક તાલુકા મથકે વિરોધ પ્રદર્શન થશે

ભારત સરકાર - જાહેર કરાયેલા ખેડૂતોને લગતા નવા 3 કાયદાનો દેશભરના ખેડૂત સંગઠનો ખેડૂત વિરોધી કાયદો ગણાવી વિરોધ કરી રહ્યા છે. ખેડૂત વિરોધી 3 કાયદાને પરત ખેંચવાની માંગ સાથે ખેડૂત સંગઠનોએ 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન જાહેર કર્યું છે, જે બંધને સુરત જિલ્લા ખેડૂત સમાજે પણ સમર્થન આપ્યું છે અને જિલ્લાભરના ખેડૂતો દરેક તાલુકા મથકે દેખાડો કરવાના હોવાનું જાણવા મળે છે.

દક્ષિણ ગુજરાત ખેડૂત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ સાથે દિવ્ય ભાસ્કરની ટેલિફોનિક વાતમાં જાણવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા કાયદાથી ખેડૂતોનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ છે અને આ કાયદાઓ ખેડૂત વિરોધી છે જેને લઈ 8 તારીખનાં ભારત બંધને અમે સમર્થન આપીએ છીએ અને સુરત જિલ્લા ખેડૂત સમાજ પણ સમર્થન આપી જિલ્લાના દરેક તાલુકા મથકે દેખાવો કરશે. વધુમાં જણાવ્યુ કે આગામી 10 ડિસેમ્બરે જિલ્લાના બારડોલી મથકે 1 દિવસના પ્રતિક ધારણાઅને ત્યાર બાદ 12 ડિસેમ્બર પછી ગુજરાતનાં ખેડૂતો દિલ્હી ખાતે ચાલી રહેલા આંદોલનમાં જોડાય એવી તૈયારી શરૂ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

ખેડૂત સમાજ દ્વારા અપાયેલા ભારત બંધના કાર્યક્રમને કોંગ્રેસનું સમર્થન
8 ડિસેમ્બરના ભારત બંધના એલાનમાં સુરત જિલ્લા ખેડૂત સમાજ સાથે જિલ્લા કેંગ્રેસ અને બારડોલી શહેર કોંગ્રેસ પણ સમર્થન આપ્યું છે. બારડોલી શહેર કોંગ્રેસ વહેલી સવારે 8:30 વાગ્યાથી ખેડૂત સમાજની સાથે રહી અલંકાર સિનેમા પાસે ભેગા મળી બારડોલી નગરના વેપારીઓને બંધને સમર્થન આપવા વિનંતી કરવામાં આવશે, જેમાં કોરોનાની ગાઈડ લાઇનનું પૂરું ધ્યાન રાખવામાં આવશે. - કિરણ લાકડાવાલા, બારડોલી શહેર કોંગ્રેસ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો