અણીના સમયે મોકાણ:વાવણી ટાણે જ મંડળીમાં મિશ્ર ખાતરની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં

કડોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવણીના પ્રારંભે જ ખાતર પુરતા પ્રમાણમાં ન મળતાં સુરત જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા
  • શિયાળુ પાક, શેરડી, ડાંગર, કાંડાની​​​​​​​ રોપણી સમયે ખાતરની જરૂરિયાત પરંતુ ખાતર જ નથી

સુરત જિલ્લાની મહત્તમ આજીવીકા ખેતી પર નિર્ભર હોય તેમ કહેવાય તો ખોટું નથી. હાલ શિયાળા અને વાવણીની શરૂઆત થતાં પાયાના જરૂરિયાત ખાતરોની અછત સર્જાઈ રહી છે. ખાતરની અછતને કારણે ખેડૂતો મુશ્કેલી મુકાઈ રહ્યાં છે. મિશ્ર ખાતર મંડળીમાં નહી આવવાથી ખેડૂતો ખાલી હાથે પરત ફરી રહ્યાં છે. ખાતરની અછતને કારણે ખેડૂતોને પાકમાં નુકસાનીની ભીતિ જવાની શક્યતા પણ સેવાઈ રહી છે. સુરત જિલ્લામાં સહકારી ક્ષેત્રનું માળખું ખુબ જ મજબૂત છે. જેના કારણે ખેડૂતો ખાતર, દવા, બિયારણ સહિતની વસ્તુ સરળતાથી મળી રહે છે.

સુરત જિલ્લાની 150 સેવા સહકારી મંડળી છે. જેના માધ્યમથી ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે છે. દર મહિને અંદાજિત 25000 જેટલી મિશ્ર ખાતરની જરૂરિયાતને સવા સહકારી મંડળીઓ પુરી પડે છે, અને વાર્ષિક 3 લાખ ગુણોનું પુરવઠો ખેડૂતોને પુરો પાડતી હતી. હાલમાં ખેડૂતોને શેરડી, શિયાળુ પાક, ડાંગરની અને કાંદાની રોપણીમાં 12ઃ32ઃ16 અને 10ઃ26ઃ26 ખાતરની વધુ જરૂર છે. ત્યારે ખાતરનો પુરવઠો મંડળીમાં ન આવતાં ખેડૂતો ખાલી હાથે પરત ફરી રહ્યાં છે.

પાકને જરૂરિયાત સમયે ખાતર ન મળતાં જેની અસર પાક પર થવાની શક્યતા છે. સમયસર ખાતર ન મળવાથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાના વચનો આપી રહી છે ત્યારે ખાતરની અછતને કારણે ખેત પેદાશનું ઉત્પાદન ઓછું થવાનથી ખેડૂતેનો આર્થિક ખોટ સહન કરવાનો વારો આવે તેમ છે.

આગામી થોડા દિવસોમાં ખાતરની અછતનો પ્રશ્ન દૂર થશે
​​​​​​​ સહકારી મંડળીઓની માંગ મુજબ ખાતરની સપ્લાય કરી હતી. એક સાથે ખેડૂતોની માંગ વધતાં સહકારી સંસ્થાઓમાં ખાતરની અછત સર્જાય છે. જોકે, આવનારા થોડા દિવસોમાં ખેડૂતોને ખાતર મળી જશે. - રવિભાઈ પટેલ, એરિયા મેનેજર, ઈપ્કો

​​​​​​​ન છુટકે મોઘું ખાતર વાપરવું પડી રહ્યું છે
સુરત જિલ્લામાં મિશ્ર ખાતરની અછત વર્તાઈ રહી છે. ખેડૂતોને મિશ્ર ખાતરની જરૂર છે ત્યારે ખાતર મળતું નથી. મિશ્ર ખાતર બનાવતી બારડોલીની મંડળીના લાયન્સ સરકાર રિન્યુ ન કરી આપતા મિશ્ર ખાતરની અછત સર્જાય રહી છે. ન છુટકે ખેડૂતોએ કંપનીનું મિશ્ર ખાતર લેવું પડી રહ્યું છે જે ખાતર મંડળીના ખાતર કરતાં એક ગુણ પર 200રૂપિયા વધુ છે. જેથી ખેડૂતન આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. - હેમાશું પટેલ, ખેડૂત

સમયસર ખાતર ન મળતા પાકને નુકસાન
હાલમાં પાકને મિશ્ર ખાતરની જરૂર વધુ હોય તે સમયે ખાતર ન મળતાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. એક તરફ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે. તો બીજી તરફ ખાતરની અછત છે. સમયસર ખાતર ન મળતાં જેની અસર પાક પર થશે.- રણછોડભાઈ પટેલ, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...