જમીન ચકાસણી:માત્ર રૂ.15માં થશે ખેતરની માટી અને પાણીનું પૃથ્થકરણ

બારડોલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોઈલ હેલ્થ કાર્ડ મેળવવા બારડોલીની ચકાસણી પ્રયોગશાળાનો સંપર્ક સાધવો

સુરત જિલ્લાના ખેડુત ખાતેદારો પોતાના ખેતીની જમીન તથા પાણીનું પૃથ્થકરણ કરી સોઈલ હેલ્થ કાર્ડ મેળવવા બારડોલીના અંલકાર સિનેમાની બાજુમાં, તેન રોડ ખાતે આવેલી જમીન ચકાસણી પ્રયોગશાળાનો સંપર્ક કરી શકશે.

માટીના મુખ્ય તત્વો માટે રૂા.15, સુક્ષ્મ તત્વો રૂા.15 તથા પાણીની ચકાસણી માટે રૂા.15 ફી નિયત કરવામાં આવી છે. ઈચ્છુક ખેડુતોએ પોતાના ખેતરમાંથી માટી તેમજ પાણીનો નમુનાઓ એકત્રિત કરી મદદનીશ ખેતી નિયામકની કચેરી (બારડોલી) ખાતે પહોંચતા કરવાના રહેશે.

આ ઉપરાંત જમીન અને પાણીના નમુના લેવાની પધ્ધતિ અને આ બાબતે સંપૂર્ણ વિગતો માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક તેમજ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી ખેતીનો સંપર્ક સાધવા બારડોલીની જમીન ચકાસણી પ્રયોગશાળાના મદદનીશ ખેતી નિયામક દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...