15 વર્ષીય સગીરાએ નદીમાં ઝંપલાવ્યું:બારડોલીમાં પરિવારના સભ્યોને ઘરમાં પુરી સગીરા ઘરેથી નીકળી ગઈ; શોધખોળ દરમિયાન મૃતદેહ મળી આવ્યો

બારડોલી3 મહિનો પહેલા

બારડોલીના આશિયાના નગરમાં રહેતી 15 વર્ષીય સગીરા માતા અને ભાઈને ઘરમાં બંધ કરી બહારથી દરવાજાનો નકુચો મારી સવારે ઘરેથી નીકળી ગઈ હતી. જે બાદ સગીરાની શોધખોણ હાથ ધરતા સગીરાનો મૃતદેહ બપોરના સમયે તેન ગામની સીમમાં મીંઢોળા નદીમાંથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સગીરા માતા અને ભાઈને ઘરમાં પુરી નીકળી ગઈ
ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ બારડોલીના આશિયાના નગરમાં રહેતા દાઉદભાઈ નિઝામભાઈ ઔધકર કે જેઓ કટલેરીનો વેપાર કરે છે. આજરોજ વહેલી સવારે દાઉદભાઈ વેપાર અર્થે નીકળી ગયા હતા. તે દરમિયાન સવારે 8 વાગ્યાની આસપાસ તેઓની 15 વર્ષીય દીકરી સફિયા ઘરમાં હાજર તેઓની માતા અને ભાઈને ઘરમાં પુરી દરવાજો બહારથી બંધ કરી ક્યાંક ચાલી ગઈ હતી. ઘટના બાબતે દાઉદભાઈને જાણ કરાતા તેઓ તાત્કાલિક ઘરે આવ્યા હતા અને બારડોલી પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

શોધખોળ દરમિયાન મૃતદેહ મળી આવ્યો
સગીરાના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓની પુત્રી સફિયા મંદબુધ્ધિ અને તામસી મગજની છે. તપાસ દરમિયાન પોલીસને તે સમયે બારડોલી તાલુકાના તેન ગામની સીમમાં સાઈ રિવર સોસાયટીની સામે મીંઢોળા નદીમાંથી સગીરાનો મૃતદેહ મળ્યો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસ અને સગીરાનાં પિતા સ્થળ પર પહોંચ્યા હતા અને દાઉદભાઈએ મૃત હાલતમાં મળેલી સગીરા તેનીજ પુત્રી હોવાનું કહેતા પોલીસે મૃતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...