આક્રોશ:વાલોડમાં કાપણી વેળા ઝાડ વોટર વર્ક્સની લાઈન પર પડતાં ભંગાણ, બે દિ’ પાણી બંધ

માયપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાણી ન મળતા ગ્રામ પંચાયત અને વોટર વર્કસ પર ગામના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો

વાલોડ તાલુકા મથકે સોમવારે વોટર વર્ક્સની પાઇપલાઈન પર માર્ગ પહોળો કરવાની કામગીરી દરમિયાન ઝાડ કાપણી દરમિયાન પાઇપલાઇન પર ઝાડ પડતા ભંગાણ થવાને કારણે 2 દિવસ પાણી બંધ રહેવાને કારણે પાણી માટે હાલાકી થતાં વોટર વર્કસના લોકોના આંટા ફેરા વધ્યા હતા.

વાલોડ ખાતે પુલ ફળિયામાં આવેલી વોટર વર્ક્સમાંથી પાઇપલાઇન દ્વારા નગરમાં પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવે છે. વોટર વર્ક્સની સામેના ભાગમાંથી માર્ગ પહોળો કરવાની કામગીરી દરમિયાન ઝાડ કાપવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે વરસો જૂની જર્જરિત પાઇપલાઇનની જાણ માર્ગ મકાનના અધિકારીઓ, વન અધિકારીઓ, સરપંચ અને તલાટીને જાણ હોવા છતાં અને અધિકારીઓની બેદરકારીને કારણે પાઇપલાઈનની બાજુમાં મહાકાય ઝાડની કાપણી ચાલુ હોય સલામતી રાખ્યા વિના ઝાડ કાપવામાં આવતા અને ઝાડ જર્જરિત પાઇપલાઇન પર પડતા પાઇપ લાઇન તૂટી પડતાં ભંગાણ સર્જાયું છે, જેને કારણે વાલોડ નગરમાં બે દિવસ પાણી બંધ કરવામાં આવ્યું છે.

માર્ગ પરના ઝાડ કાપણી દરમિયાન વન વિભાગના જવાબદાર કર્મચારી હાજર ન હતા. ઝાડ કાપણી કરનાર એજન્સી પોતાની મનમાની કરી જે તે સ્થળો પર ઝાડ કાપણી કરી રહી છે. એક સાથે લાઈન બદ્ધ કાપણી કરવામાં આવે તો લોકોને ખબર પડે તો હાજર રહી પોતાની મિલકતો અંગે જાણ કરી કે હાજર રહી ઝાડ કપાવી પોતાની મિલકત બચાવી શકે, લોકોને પાણી ન મળતા ગ્રામ પંચાયત અને વોટર વર્કસ પર લોકોના ટોળાં વળી આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. વાલોડ ખાતે કેટલાક ગ્રામજનોએ પોતાના બોર પરથી આડોશીપાડોશીઓને પાણી આપવામાં આવી રહ્યું છે.

ખર્ચ એજન્સી પાસે વસૂલાશે
માર્ગ પહોળો કરવાની કામગીરીમાં ઝાડ કાપણી દરમિયાન ઝાડ પાઇપલાઇન પર પડવાને કારણે પાઈપલાઈન તૂટી ગઈ છે, ઝાડ કાપવા અંગે કોઈ આગોતરી જાણ કરવામાં આવી ન હતી. પાઇપલાઇનના ભંગાણનો ખર્ચ ઝાડ કાપનાર એજન્સી પાસે વસુલ કરવામાં આવશે.
> રાજુભાઈ મહાલે, તલાટી

અન્ય સમાચારો પણ છે...