આજે મતદારો જ સરપંચ!:બુથો પર થર્મલ ગન, ફેસ શિલ્ડ,માસ્ક સહિતની સુવિધા

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શનિવારના રોજ મતપેટીની સાથે સાથે આરોગ્યને લગતો વિવિધ સામાન ચૂંટણી સ્ટાફને ફાળવવામાં આવ્યો હતો. - Divya Bhaskar
શનિવારના રોજ મતપેટીની સાથે સાથે આરોગ્યને લગતો વિવિધ સામાન ચૂંટણી સ્ટાફને ફાળવવામાં આવ્યો હતો.
  • સુરત અને તાપીના 1579 મતદાન મથકો પર 13.75 લાખથી વધુ મતદારો મતદાન કરશે
  • કોરોના સામે સાવચેતી માટે બંને જિલ્લામાં આરોગ્ય વિભાગે 20,17,190 ચીજવસ્તુ ફાળવી

સુરત અને તાપી જિલ્લામાં રવિવારે ગ્રામપંચાયતની ચૂંટણીમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગે સુરક્ષાની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી છે. બંને જિલ્લાની 657 ગ્રામપંચાયતોની 1579 મતદાન મથકો પર ચૂંટણી થશે. જેથી શનિવારે ચૂંટણી માટે દરેક મતદાન મથકના સ્ટાફને મતપેટી સાથે દસ્તાવેજી કીટ સાથે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આરોગ્ય સેવાની પણ કચાસ રાખવામાં આવી નથી, અને આરોગ્યલક્ષી કીટ પણ આપવામાં આવી છે. જેથી મતદાન મથક પર મતદાન વખતે પૂરતી સતર્કતા દાખવી શકાય.

આ તમામ મતદાન મથકો પર થર્મલગન, ફેસ શિલ્ડ, થ્રીલેય માસ્ક, એન-95 માસ્ક, હેન્ડ ગ્લવ્ઝ, યુઝ એન્ડ થ્રુ ગ્લવ્ઝ, લિકવીડ શોપ, સેનેટાઈઝર, બાયો મેડિકલ વેસ્ટ માટે બેગ પીપીઈ કીટ સહિતની વસ્તુઓ તમામ મતદાન મથક પર પહોંચાડવા માટે ચૂંટણી સ્ટાફને સુપ્રત કરાઇ હતી. શનિવારે જિલ્લાના તાલુકા મથક પર પ્રિસાઈડિંગ ઓફિસરો અને સ્ટાફને આરોગ્યને લગતી 12,29,700 ચીજવસ્તુઓ બારડોલી, ઓલપાડ, કામરેજ ,પલસાણા, મહુવા, માંડવી, માંગરોળ, ઉંમરપાડા, ચોર્યાસી માટે ફાળવવામાં આવી હતી.

જ્યારે તાપી જિલ્લાના 7 તાલુકા વ્યારા, ડોલવણ, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા માટે આરોગ્ય વિભાગે 7,87,490 વસ્તુઓ ફાલવાવવામાં આવી હતી. આ સાથે તમામ બુથો પર આરોગ્ય વિભાગ દ્વારા આશા વર્કર બહેનોને હાજર રખાઇ છે. જે પહેલા મતદાતાને હાથ સેન્ટાઈઝ કરાવી યુઝ એન્ડ થ્રુ હેન્ડ ગ્લવ્ઝ આપી મતદાન મથકમાં પ્રવેશ આપશે. ત્યારબાદ ગ્લવ્ઝને ડસ્ટબીનમાં નાંખશે અને આ મેડિકલ વેસ્ટને બાયો મેડિકલ વેસ્ટ બેગમાં પેક કરી યોગ્ય નિકાલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...