તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:આઈ. વોર્ડમાં દર્દીઓ ન આવતા, કામગીરી ભાજપ કાર્યકરોને સોંપાઈ

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દર્દીઓની સુવિધા પૂરી પાડવા TDO નું તલાટીઓને સુચન

બારડોલી તાલુકામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે મારૂ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત ગામે ગામ આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા, પરતું આઇસોલેશન વોર્ડમાં યોગ્ય સુવિધાના અભાવે મહત્તમ ગામોના વોર્ડ ખાલી પડ્યા છે. ત્યારે જિલ્લા ભાજપ દ્વારા આઇસોલેશન વોર્ડમાં દર્દીઓએ લાવવાની જવાબદારી ગામના ભાજપ કાર્યકરોને સોંપવામાં આવી છે. તો વોર્ડમાં દર્દીઓની તમામ સુવિધાઓ પૂરી પાડવાની વ્યવસ્થા ગામના તલાટીઓએ સોપવા માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સૂચન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. આ અંગે મળતી માહિતી અનુસાર તાલુકાનાં હોટસ્પોટ ગણાતા ગામો કે જ્યાં 25 થી વધુ કોરોના દર્દીઓ છે. એવા ગામોના પણ આઇસોલેશન વોર્ડમાં ખાલી ખાટલા નજરે પડે છે, તો અમુક ગામોમાં ગણ્યા-ગાંઠિયા દર્દીઓને સારવાર અપાઈ રહી છે.

તો કેટલાંક આઇસોલેશન વોર્ડ ખાલી પડ્યા છે.ત્યારે ગામમાં કોરોનાના દર્દીને ઘરે આઇસોલેટ કરવાની વ્યવસ્થા ન હોય એવા દર્દીઓ માટે બનાવાયેલા આઇસોલેટ સેન્ટરોમાં કોઈ દર્દી ન આવતા હવે ભાજપ કાર્યકરો દ્વારા આવા દર્દીઓને ગામની સરકારી શાળામાં દાખલ કરી કોરોના સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા આઇસોલેશન વોર્ડનો ફિયાસ્કો ન થાય એની તકેદારી માટે જિલ્લા ભાજપ મેદાને આવ્યું હોય એવી પણ લોક ચર્ચા ચાલી રહી છે. બારડોલી તાલુકાનાં ગામોની શાળા તથા સરકારી ઇમારતોમાં બનાવાયેલા આઇસોલેશન વોર્ડમાં દર્દીને કોઈ પણ અગવડ ન પડે તેની તકેદારી ગામના તલાટીને તાલુકા વિકાસ અધિકારી દ્વારા સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...