તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:સામાન્ય વરસાદમાં જ બારડોલી મીંઢોળાના પુલ પર કપચીઓ નીકળી જતાં ભારે હાલાકી

બારડોલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
મીંઢોળા નદીના પુલ પરના માર્ગમાંથી કાપચી બહાર આવી જતા ખાડા પડયા. - Divya Bhaskar
મીંઢોળા નદીના પુલ પરના માર્ગમાંથી કાપચી બહાર આવી જતા ખાડા પડયા.

બારડોલી મીંઢોળા નદીના પુલ પર રસ્તા પરથી કપચી બહાર આવી જતા માર્ગ પર ખાડા પડ્યા છે જેને લીધે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે નજીવા વરસાદમાં માર્ગ ધોવાઇ જતાં પુલ પર બનાવેલા માર્ગની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા છે. બારડોલી નગર થી મહુવા વ્યારા અને નવસારી તરફ જવા માટેના મુખ્ય રસ્તા પર મીંઢોળા નદીના પુલ પર નજીવા વરસાદ વરસ્યા બાદ હાલ ખાડા એ સામ્રાજ્ય જમાવ્યું છે

ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ચોમાસાનું હજી તો શરૂઆત થઇ છે અને સામાન્ય વરસાદમાં જ આ માર્ગ પર ખાડા પડી જતા માર્ગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે માર્ગ-મકાન વિભાગ વાહન ચાલકોને પડતી હાલાકી વહેલી તકે દૂર કરે એવી લોક માંગ ઉઠી છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા માર્ગ પર સામાન્ય વરસાદમાં ખાડા પડી જવા છતાં હજી મરમ્મત હાથ ધરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...