આદાન પ્રદાન:ગ્રામ વિકાસની પ્રેરણા મેળવવા ઝારખંડના તજજ્ઞો કાછલમાં

મહુવા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય રાજ્યમાંથી પધારેલી ટીમે કાછલ ગામના વિકાસની વિગતો મેળવી

ભારત દેશની સૌની જૂની અને પ્રતિષ્ઠિત કંપની ટાટાની જમશેદપુર સ્થિત ટાટા સ્ટીલ કંપનીના સી.એસ.આર વિભાગના એકઝયુકેટીવ અધિકારી નેહાસિંગ અને પાર્થ સારથી ગ્રામ પંચાયત કાછલની મુલાકાતે આવ્યા હતા.અને તે નિમિત્તે ગામના પૂર્વ સરપંચ નરેનભાઈ ચૌધરીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ.તે બાદ તેઓએ ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતના સરપંચ,સદસ્યો અને ગ્રામજનો સાથે ગ્રામ વિકાસ અંગે ખૂબ ઊંડાણ પૂર્વક ચર્ચાઓ કરી હતી અને વિચારો ના આદાન-પ્રદાન કર્યા હતા.

ગ્રામ પંચાયત કાછલ ની કામગીરીની નોંધ લઈને તેઓએ આ કામગીરી તેઓના સી.એસ આર વિભાગ હેઠળ ઝારખંડ રાજ્યની ગ્રામ પંચાયતોમાં અમલીકરણ કરવાની તૈયારી બતાવી હતી.તેમજ તેઓના વિભાગ દ્વારા સંચાલિત આદિવાસી યુવાઓમાં નેતૃત્વ વિકસાવવામાં માટેના ટ્રાઇબલ લીડર્સ પ્રોગ્રામ માં જોડાવા માટે યુવાઓને આહવાન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત તેઓએ ગ્રામ પંચાયત કાછલ સંચાલિત જાહેર પુસ્તકાલય ની મુલાકાત લીધી હતી અને ત્યાં લાઈબ્રેરીના વાંચકો સાથે ઝારખંડની શિક્ષણનીતિ અંગે સંવાદ કર્યો હતો.અને લાઈબ્રેરીના વિઝીટ બુકમાં નોંધ કરી હતી ત્યારબાદ તેઓએ કાછલ ગામના વારલી બસ સ્ટેશન ની મુલાકાત લીધી હતી અને કાછલ ગામની પ્રેરણાદાયી મુલાકાત લઈ તેઓએ ધન્યતા અનુભવી હતી અને સમગ્ર ગામના ગ્રામજનોએ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...