તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસનું પ્રથમ ડગલું:બારડોલીમાં ટીપી સ્કીમ 6 અને 7 માટે કવાયત, 199 હેક્ટર વિસ્તારને વિકસાવવાનું પ્લાનિંગ

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાનું બુડા સાથે મળી બારડોલી નગરના વિસ્તરણ માટે આયોજન
  • ટીપી અંગે ઠરાવ બાદ સરવે શરૂ, હવે ગાંધીનગરથી મંજૂરી મેળવી આગળની પ્રોસેસ કરાશે

બારડોલી નગરપાલિકાની હદમાં આવતો એગ્રીકલચરઝોન રદ થઇ રેસિડન્સલ અને રિઝર્વ ઝોન થઈ જતા, આ વિસ્તારોને ડેવલપ કરવા માટે પાલિકાએ ટાઉન પ્લાનિંગ સ્કીમ નં 6 અને 7 હેઠળ મૂકી ઠરાવ કરી ગાંધીનગર મંજૂરી માટેનું પ્રથમ ડગ પાલિકાએ ભર્યું છે. જેની આખરી મંજૂરી મળતા જ નગરના વિકાસ રોકેટ ગતિએ આગળ વધી શકશે. પાલિકાનો 199 હેકટર વિસ્તારમાં ડ્રિમ પ્રોજેકટ થકી પ્લાનિંગ કરી વિકસાવી શકશે.

હાલ ટીપી સ્કીમ નં.6માં મુકેલ વિસ્તારનો સર્વે થઈ ગયો છે. જ્યારે ટીપી સ્કીમ નં. 7નો વિસ્તારનું સર્વેનું કામ બાકી છે. બંને ટીપી સ્કીમ અમલમાં આવતા જ નગરજનો માટે પ્રાથમિક સુવિધામાં વધારો થશે. જ્યાંરે જમીનની વેલ્યુશન વધી જતા જમીન માલિકોને પણ સારો ફાયદો થશે.

બારડોલી નગરપાલિકાના વોર્ડ નં. 1,3,4 અને 9ની હદમાં આવતો 199 હેકટર વિસ્તાર એગ્રીકલ્ચર ઝોન વર્ષ 2020માં કાઢી નાખવામાં આવતા તમામ વિસ્તાર રેસિડન્સલ ઝોન અને રિઝર્વ ઝોન બન્યા હતા. આ વિસ્તારોને પાલિકા અને બુડા બંને મળી યોગ્ય રીતે વિકાસ કરવા માટેનું પ્રથમ ડગ આગળ વધાર્યું છે. 19,90,000 ચોરસ મીટર જગ્યામાં ટીપી સ્કીમ નં.6 અને 7 બનાવવા પાલિકાની સભામાં ઠરાવ કરવામાં આવ્યો છે.

આ ટીપી સ્કીમની ગાંધીનગરથી પ્રથમ મંજૂરી માંગવામાં આવશે. મંજૂરી મળતા જ આગળની પ્રોસેસ કરવામાં આવશે. ટીપી સ્કીમ ફાઇનલ કરવામાં ઘણો સમય લાગી શકે, પરંતુ ફાઇનલ થતા જ નગરજનોની પ્રાથમિક સુવિધાઓમાં વધારો થવા સાથે, રોડ રસ્તાઓ,ગટર, જેવી પ્રાથમિક સુવિધાઓ પ્લાનિંગ સાથે થશે. વિકાસ સુવ્યવસ્થિત આયોજન સાથે થઈ શકશે. જેનાથી નગરના વિકાસથી કાયાપલટ થશે. ઘણા સમયથી પાલિકાનો હદવિસ્તાર આગળ નહિ વધતા, નગરનો વિસ્તાર સીમિત બન્યો હતો. એગ્રીકલચર ઝોન રદ થતા આ વિસ્તારનો આયોજન પૂર્વક વિકાસ કરવા માટે નવી તક મળી છે.

TP આ વિસ્તારનો સમાવેશ કરાયો
બારડોલીના વોર્ડ નં. 1માં આવતો 27 હેકટર (2,70,000 ચો. મીટર) ટીપી સ્કીમ નં. 6નું આયોજન કરવામાં આવ્યું છે, જે તેન ગામની હદને જોડતો વિસ્તાર છે. જ્યારે વોર્ડ નં. 3,4,9માં આવતો 172 હેકટર (17,20,000 ચો.મીટર) વિસ્તાર ટીપી સ્કીમ નં.7નું આયોજન કરવામાં આવ્યું છે. જે તલાવડી મીંઢોળા નદીની સામે પાર સહિત ભરવાડ વસાહત તરફનો વિસ્તાર આવે છે.

નવી ટીપી સ્કીમને લાગુ કરવા માટે આ પ્રોસિઝરમાંથી પસાર થવું પડશે
બુડાએ એજન્સીને ભાવ નક્કી કરી સર્વે કરી માપણી કરવામાં આવશે. ત્યારબાદ આ વિસ્તારોમાં સુવિધાઓનું આયોજન કરવામાં આવશે અને નકશો બનાવી જાહેર પ્રસિદ્ધ કરી વાંધા સૂચનો મંગાવવામાં આવશે, વાંધાઓ હોય, તો સાંભળી નિરાકરણ લાવી ફરી નકશો બનાવી પ્રસિધ્ધ કરી વાંધા સૂચન મંગાવવામાં આવશે, કોઈ વાંધા નહિ આવતા આખર ટીપી ફાઇનલ જાહેર થઇ શકશે.

TP સ્કીમ 6 સરવે પૂર્ણ, 7નો હજી બાકી
હાલ ટીપી સ્કીમ નં.6 અને 7 માટેનો વિસ્તારનો સર્વેની કામગીરી ચાલે છે. ટીપી સ્કીમ નં.6 મુકેલ વિસ્તારનો સર્વે થઈ ગયો છે, જ્યારે ટીપી સ્કીમ નં.7 મુકેલ વિસ્તારનો સર્વે બાકી છે. > કૌશિક પટેલ, જેટીપી, બુડા બારડોલી

અન્ય સમાચારો પણ છે...