વિરોધ:‘હાઇવે ના ખાડા ભરો નહીં તો ટોલ ટેક્સ માફ કરો’

નવાગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ ટોલનાકા પર દેખાવ કરી રહેલા જાગૃત યુવા સંગઠનના કાર્યકરો. - Divya Bhaskar
કામરેજ ટોલનાકા પર દેખાવ કરી રહેલા જાગૃત યુવા સંગઠનના કાર્યકરો.
  • ટોલ ચુકવવા છતાં સુવીધા ન મળતા કામરેજ ટોલનાકે જાગૃત યુવા સંગઠનનું ચક્કજામ

કામરેજ ટોલનાકાએ ચકકાજામ કરનાર સુરતનાં જાગૃત યુવા સંગઠનનાં કાર્યકરો સામે પોલીસ ફરિયાદ આપી હતી. કામરેજ ટોલનાકા પર સેફટી ઓફિસર તરીકે ફરજ બજાવતા ચનાભાઇ હાજાભાઇ ભારાઇ શનિવારે રાતે ફરજ પર હતા, ત્યારે સુરતનાં કરૂણેશ રાણપરીયા ટોલ મેનેજર પાસે જઇને અમારે ટોલ ટેક્સ ભરવો નથી અને ટોલનાકાનો વીડીયો બનાવી વાઈરલ કર્યો હતો.

તેમજ રવિવારે સવાર દસ વાગે 30 જેટલા માણસો સાથે આવી ટોલનાકાનાં સાહેબને બોલાવો અમારે તેમની સાથે રૂબરૂ વાત કરવી છે, જીદ પકડી તેમની પાસેની ફોર વ્હીલ ગાડી ટોલનાકાનાં આવક જાવકવાળા રસ્તા ઉપર ચકકાજામ કરી દીધો હતો. જેથી ટોલ મેનેજરે કામરેજ પોલીસને જાણ કરતા કામરેજ પોલિસે ટ્રાફિક ચાલુ કરાવી અવરોધ ઉભો કરનાર કરૂણેશ રાણપરીયા સહિત 11 જેટલા કાર્યકરોની અટક કરી કામરેજ પોલીસ મથકે લઇ આવી હતી જેમની સામે સેફટી ઓફિસર ચનાભાઇ ભારાઇએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

ટોલનાકાથી માત્ર એક કિમી દુર બંને તરફ મસમોટા ખાડા
હાઇવે પર પડેલા ખાડાઓથી વાહન ચાલકોને પડતી મુશ્કેલી તેમજ અકસ્માતોનાં બનાવોથી પરેશાન લોકોને જાગૃત કરવા કામરેજ ટોલનાકા પર શાંતિપૂર્વક દેખાવ કરતા હોવાનું જાગૃત યુવા સંગઠનનાં કાયઁકરોએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ કામરેજ ટોલનાકાથી એક કિમી આગળ અને એક કિમી પાછળ મસમોટા ખાડાઓ પડીજતા હાઇવે ઉપર સતત ટ્રાફિક જામ તેમજ અકસ્માત ના બનાવોથી પરેશાન થઇ રહેલા આમજનતાની પરેશાનીને વાચા આપવા તથા હાઈવે તંત્રને જાગૃત કરવા ‘જાગૃત ઉવા સંગઠન’ સુરતનાં કાર્યકરો આજ રોજ રોડ પર ઉતરી આવ્યા હતા અને કામરેજ ટોલનાકા પર હાથમાં ‘રોડનાં ખાડા ભરો નહીંતર ટોલ માફ કરો’નાં બેનરો લઇ શાંતિપૂર્ણ દેખાવો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...