હુમલો:તે મારી પત્ની સાથે લગ્ન કેમ કર્યા કહી પૂર્વ પતિનો વર્તમાન પતિ ઉપર હુમલો

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોલાવ ગામે 2 વર્ષ અગાઉ પત્ની સાથે થયેલા છુટાછેડાની અદાવતમાં બબાલ

સુરતમાં રહેતી યુવતીએ નિયોલ ખાતે રહેતા યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા લગ્ન જીવન દરમિયાન 10 વર્ષના પુત્ર બાદ બે વર્ષ અગાઉ પરિણીતા પહેલા પતિ સાથે છુટ્ટા છેડા લઈ નિયોલ ગામના એક યુવક સાથે લગ્ન કરી રહેતી હતી બે દિવસ અગાઉ મહિલાનો પહેલો પતિ મહિલાના ઘરે આવીને તું એ બીજા લગ્ન કેમ કર્યા કહી મહિલાના બીજા પતિને તમાચા મારી દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ કરી હતી.

પલસાણાના નિયોલ ગામે હળપતિવાસમાં રહેતા અમિષાબેન મિતેષભાઈ ઉંમરવંશી (30)ના પહેલા લગ્ન નિયોલ ખાતે રહેતા ગિરીશભાઈ કલાભાઈ ચૌધરી (મૂળ,વાંકલા,જી.તાપી )નાઓ સાથે થયા હતા અને બન્ને નિયોલ ગામે રહેતા હતા. લગ્ન જીવન દરમિયાન 10 વર્ષ પુત્ર જય હતો બને વચ્ચે ઘરકાંકસ થતા અંતે 11/11/2020 ના રોજ બન્નેએ વકીલ મારફતે છુટા છેડા લીધા હતા જે બાદ અનીષાબેન ગામના જ મિતેષભાઈ બાલુભાઈ ઉમરવંશી સાથે 2021માં લગ્ન કર્યા હતા .

ગિરીશભાઈ તેના ભાઈ જીગ્નેશ સાથે નિયોલ ખાતે જ રહેતો હતો ગત બુધવારે એકાએક ગિરીશભાઈ ચૌધરી અનીષાબેન અને મિતેષભાઈ ઘરે હાજર હતા ત્યારે આવ્યો અને “ તું એ બીજા લગ્ન કેમ કર્યા” કહી નાલાયક ગાળો આપી મિતેષ માંહ્યવંશી સાથે ધક્કા મૂકી કરી બે ત્રણ લાફા ઝીકયા હતા અને જો તેઓ નિયોલ ખાતે રહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઘટના અંગે અમિષાબેને ગીરીશ ચૌધરી વિરુદ્ધ કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ મથકના ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...