સન્માન સમારંભ:સંગઠનમાં દરેક વ્યક્તિ કાર્યકર છે કોઈ કર્મચારી નથીઃ જગદીશ પારેખ

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંડવીના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મહામંત્રીનું ભવ્ય સ્વાગત

સુરત જિલ્લા ભાજપ સંગઠનના નવનિયુક્ત થયેલા મહામંત્રી જગદીશભાઈ પારેખનું માંડવી ખાતે વિવિધ હિન્દુ સંગઠનો તથા યુવાનો દ્વારા સન્માન કરાયું હતું.

માંડવી નગર સંગઠનના પ્રમુખ નટુભાઈ રબારી પાલિકા પ્રમુખ રેખાબહેન વશી, કારોબારી અધ્યક્ષ શાલીન શુક્લ તથા મહામંત્રી સ્નેહલ મોઢેરા તથા પ્રિતેશભાઈ રાવલ સહિતના વિવિધ હિન્દુ સંગઠનોના અગ્રણીઓ તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં તથા જગદીશભાઈ પારેખની પક્ષ પ્રત્યેની વફાદારી અને કર્તવ્ય નિષ્ઠાની પ્રશંસા કરતાં ઉમેર્યું હતું કે જગદીશભાઈ પાસે હોદ્દો હોય કે ના હોય પરંતુ પક્ષ માટે સતત કાર્યશીલ રહે છે. જગદીશભાઈ પારેખે જણાવ્યું કે આઝાદી ચરખા અને કેટલાય વીરો, યુવાનોના બિલદાન પછી આવી છે. યુવાનોને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે ભાજપમાં હોદ્દો મહત્વનો નથી દરેક વ્યક્તિ કાર્યકરો છે. સંગઠનને વધુ મજબૂત કરવા સાથે પર્યાવરણ અને જીવદયાની પ્રવૃત્તિને વેગ આપવા કટિબદ્ધતા બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...