તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સત્સંગ:પ્રત્યેક વ્યક્તિમાં શક્તિનો ઘૂંઘવાટ કરતો મહાસાગર રહેલો છે, માત્ર વિઝન જોઈએ

બારડોલી23 દિવસ પહેલા
 • કૉપી લિંક

બારડોલી ઉપલી બજાર સ્થિતિ માણેક ભવન ખાતે પૂ. પંન્યાસ પદ્મદર્શનવિજયજી મ. અને પૂ. મુનિ પ્રીતદર્શન મ. ની. પાવન પધરામણી થતાં અક્ષતથી વધામણા કરવામાં આવ્યા હતાં. પૂજ્યોના પુનિત ગયેલા સત્સંગ સભાનું આયોજન થયું હતું. પૂજ્ય પંન્યાસ પદ્મદર્શનજી મહારાજે કહ્યું હતું કે સમર્થન અને વિરોધ માત્ર વિચારોનો હોવો જોઈએ વ્યક્તિનો નહીં વ્યક્તિ ક્યારે ખરાબ હોતી નથી. પ્રત્યેક વ્યક્તિમાં શક્તિનો ઘૂંઘવાટ કરતો મહાસાગર રહેલો છે. માત્ર વિઝન જોઈએ આજે ધૃતરાષ્ટ્રોની સેના વધી રહી છે. જેની પાસે સત્ય અને સત્વ રહેલા છે એને સહકાર આપો. જેનો ને તેનો વિરોધ કરવાનો બંધ કરો.

આજે સત્ય કચડાઈ રહ્યું છે અને સત્વને કેદ કરી નાંખવામાં આવ્યું છે. અત્યારે પરિવાર, સમાજ અને રાષ્ટ્રની અંદર જુઠ્ઠાઓ જલશા કરી રહ્યાં છે અને સાચાઓને સંન્યાસ આપી દેવામાં અવ્યો છે. જો આવું લાંબા સમય સુધી ચાલશે તો પ્રજાનો જ્વાળામુખી ફાટ્યા વિના નહીં રહે. સત્ય અને સત્વને મારી નાંખવાનું પાપ કદી કરશો નહીં. એક બાજુ સજ્જનોનો દુષ્કાળ ચાલી રહ્યો છે. ત્યા

રે ગણ્યા ગાંઠ્યા સજ્જનોને હાંસિયામાં ધકેલી દેશો તો સમાજ, સંસ્કાર અને સંસ્કૃતિનું શું થશે ? ગમે તેમ કરીને પણ સત્ય અને સત્વને જીવાડવાની જરૂર છે. સારા અને સાચા વ્યક્તિને સમર્થન આપો. વિરોધ કરવો જ હોય તો જુઠ્ઠાઓનો કરો. સાચા અને સારા માણસો જુઠ્ઠાઓના કારણે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. ખોટાઓ ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. એક વાત તો સ્પષ્ટ છે કે એક વ્યક્તિ જ્યારે સત્કાર્ય કરે છે ત્યારે સજ્જનો તેની સરાહના કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો