તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં દર કલાકે 15 વ્યક્તિએ કોરોનાને માત આપી, 5ના મોત

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જે વૃદ્ધો ચાલી શકે તેમ નથી એવા દર્દીઓને બારડોલી પાલિકાએ ઘરે જઈ વેક્સિન આપી - Divya Bhaskar
જે વૃદ્ધો ચાલી શકે તેમ નથી એવા દર્દીઓને બારડોલી પાલિકાએ ઘરે જઈ વેક્સિન આપી
  • મંગળવારે 24 કલાકમાં 265 પોઝિટિવ, 372 નેગેટિવ થયા

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણની ગતિ ધીમી થઈ છે પરંતુ હજુ પણ આંકડા વધુ જ છે. જિલ્લામાં સંક્રણની સંખ્યા ઘટી છે ત્યારે મોતની સંખ્યા ઘટતી નથી. જિલ્લામાં મંગળવારના રોજ 265 સંક્રમીત થયા હતાં. જ્યારે 372 રિકવર થયા છે અને 5 વ્યક્તિઓએ જીવ ખોયો છે. જિલ્લામાં મંગળવારે દર 1 કલાકે 15 વ્યક્તિ સાજા થયા હતાં.મંગળવાર 265 લોકો સંક્રમિત થયા હતાં જેની સાથે કુલ 28210 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

જ્યારે બારડોલીના ઈસરોલીનો 53 વર્ષીય પુરુષ, મહુવા ઉમરાની 62 વર્ષીય મહિલા, માંડવીની બલે્ઠીની 65 વર્ષીય મહિલા, માંડવીગોડધા ગામનો 56 વર્ષીય પુરષ અને ઉંમરપાડાનો 43 વર્ષીય પુરુષનું કોરોનાને કારણે મોત નીપજ્યું છે. જેની સાથે મોતનો આંકડો 390 પર પહોંચ્યો છે. આજરોજ 372 લોકોએ કોરોનાને માત આપતાં 24700 લોકો અત્યાર સુધીમાં સ્વસ્થ્ય થયા છે. દર કલાકે જિલ્લામાં 156 લોકો સ્વસ્થ થયા હતાં.

જિલ્લામાં મંગળવારે નોંધાયેલા કેસ
તાલુકોઆજેકુલ
ચોર્યાસી234868
ઓલપાડ393595
કામરેજ295436
પલસાણા213287
બારડોલી374494
તાલુકોઆજેકુલ
મહુવા371717
માંડવી291814
માંગરોળ412718
ઉંમરપાડા9281
કુલ26528210

બારડોલીમાં કોરોના વેક્સિન સેન્ટર પર રસી કરણની કામગીરી ચાલી રહી છે જેમાં મંગળવારે બારડોલી નગરી સ્વર્ણિમ ગ્રૂપ ઓફ હોસ્પિટલના વેક્સિનેશન સેન્ટર પર 160 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. બારડોલી નગરમાં વૃદ્ધ દર્દીઓને ચાલવાની તકલીફ તેવા દર્દીને નર્સિંગ સ્ટાફ કારમાં વેક્સિન આપી હતી. તો નગરના વૃદ્ધ લોકો જે રસી મુકાવવા સેન્ટર સુધી આવી ન શકતા હોય એવા લાભાર્થીઓને હોસ્પિટલ સંચાલકો દ્વારા ઘરે જઈને કોરોનાની રસી આપી અનોખી પહેલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...