15 ટકાની ઘટ:નાણાકિય વર્ષના 3 મહિના જ બાકી છતાં બારડોલી પાલિકાની વેરા વસૂલાત 50 % સુધી જ પહોંચી શકી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારડોલીમાં ગત વર્ષે ડિસેમ્બર સુધીમાં 65 ટકાની રિકવરી હતી, ચાલુ વર્ષ માત્ર 49.58 ટકા

રાજુ પટેલ

ગત વર્ષમાં નાણાકીય વર્ષના 9 માસની સરખામ ણીમાં બારડોલી નગરપા િકાની મિલકતોનો વેરાની રિકવરીમાં આ વખત 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. 23750 મિલકતોનું 11.43 લાખનું માંગણું સામે 5.67 કરોડ રૂપિયાની રિકવરી કરતા માત્ર 49.58 ટકા જ રિકવરી થઈ છે. ગત વર્ષે અત્યાર સુધીમાં 65 ટકા જેટલી રિકવરી થઈ હતી.

ચાલુ વર્ષે રિકવરી ઘટવા પાછળનું કારણમાં મિકલત વેરામાં 10 ટકા, સફાઈ વેરામાં 100 ટકા અને બાકીના વેરામાં 25 ટકાનો વધારો થયો હોય, પરિણામે રિકવરીમાં ઘટાડો નોંધાયો હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળેલ છે. પાલિકા વેરા વસુલાતની કામગીરીમાં ઢીલ થઈ રહી છે. પાલિકાની રહેણાક મિલકતોનો 32 ટકા, જ્યારે કોમર્શિયલ મિલકતનો 55 ટકા વેરાની રિકવરી બાકી છે. જોકે પાલિકાના વેરા વિભાગની ટીમ બાકી 3 માસમાં સક્રિય રહી રિકવરી 90 ટકા પર પહોચાડવા માટે અભિયાન હાથ ધરશે. જેમાં પાલિકા વેરો નહી ભરનાર મિલકત ધારકો સામે કડક કાર્યવાહી પણ કરશે.

જુના વર્ષના બાકી મિલકતવેરામાં ઘણી ઓછી વસુલાત
બારડોલી નગરપાલિકામાં અલગ અલગ વેરામાં મિલકત વેરામાં પાછલી બાકીની 20.86 ટકા રિકવરી, જ્યારે ચાલુ વર્ષનું માંગણુંમાં 73.46 ટકા રિકવરી થઈ છે. દિવાબત્તી વેરામાં પાછલી બાકીમાં 13.12 ટકા, જ્યારે ચાલુ વર્ષના માંગણમાં 61.67 ટકા રિકવરી થઈ છે. પાણી વેરામાં પાછલી બાકીમાં 8.59 ટકા, જ્યારે ચાલુ વર્ષના માંગણમાં 56.76 ટકા રિકવરી થઈ છે. ડ્રેનેજ લાઈન વેરામાં પાછલી બાકીમાં 16.35 ટકા, જ્યારે ચાલુ વર્ષના માંગણમાં 62.77 ટકા રિકવરી થઈ છે. શિક્ષણ વેરામાં પાછલી બાકીમાં 22.44 ટકા, જ્યારે ચાલુ વર્ષના માંગણમાં 75.8ઇ ટકા રિકવરી થઈ છે. સફાઈ વેરામાં પાછલી બાકીમાં 12.76 ટકા, જ્યારે ચાલુ વર્ષના માંગણમાં 62.29 ટકા રિકવરી થઈ છે. સૌથી વધુ પાછલી બાકીના , અને ચાલુ વર્ષનું માંગણુંમાં શિક્ષણવેરામાં વસુલાત કરવામાં આવી છે.

ધીમી ગતિ | નગરમાં આવેલી 23750 મિલ્કતો પૈકી હજી 9237 મિલ્કતોની વેરા વસૂલાત બાકી
મિલ્કતની વિગતો બારડોલી નગરમાં 16630 રહેણાંક અને 7120 કોમર્શિયલ મિલ્કત મળી કુલ મિલકત 23750 મિલકત આવેલી છે. જેમાંથી હજી 5321 રહેણાંક 3916 કોમર્શિયલ મળી 9237 કુલ મિલકતનો વેરો બાકી છે.

NRIની મિલ્કતોનો વેરો બાકી
બારડોલી નગરમાં અંદાજિત 10 ટકા જેટલા NRI ઓની મિલકત આવેલી છે. તેમાં ઘણાનો વેરો સમયસર ભરપાઈ થતો નથી, અને બાકી રહી જતો હોવાથી, જેની અસર રિકવરીની ટકાવારી પર થતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...