બારડોલી નગરપાલિકાના આરોગ્ય વિભાગે નગરમાં ડેન્ગ્યુના રોગ ચાળો ફેલાઈ તે પહેલાં નગરજનોના આરોગ્યને ધ્યાનમાં રાખી વરસાદ બંધ થતાં જ એક ટીમને ડોર ટુ ડોર ચકાસણી શરૂ કરી છે. ઘરમાં નકામા સાધનોમાં ચોખ્ખું પાણીનો ભરાવો હોય, જેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. પાલિકાની ટીમે પહેલા દિવસે 50 જેટલા ઘરોમાં જઈને સાધનોમાં ભરાયેલ પાણીનો નિકાલ કર્યો હતો.
ચોમાસુ સિઝન દરમિયાન ઘરની બહાર અને છત પર નકામા સાધનોમાં વરસાદી પાણીનો ભરાવો રહેતો હોય છે, જ્યારે ઘરમાં કુંડા સહીત પાણી ભરેલુ રહે છે. જેમાં જીવાત પડતા ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે. જેનાથી ડેન્ગ્યુ રોગ ફેલાતો હોય છે. તાજેતરમાં નગરમાં ભારે વરસેલા વરસાદ બાદ થોડા દિવસથી વિરામ લેતા જ પાલિકાના આરોગ્ય વિભાગના સેનેટરી ઇન્સ્પેકટર રાજેશ ભટ્ટ નગરજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને પહેલાથી સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું છે.
વેક્ટર બોર્ન ડીસીઝ કંટ્રોલની કામગીરી ટીમ બનાવી શરૂ કરી છે. 3 સભ્યની બનેલ ટીમ સવારે સોસાયટીઓમાં ડોર ટૂ ડોર જઈને ઘરની બહાર કે છત પર નકામા ટાયર, ખાલી તરોપા, તૂટેલ માટલા, ફુલડાનીના કુંડામાં ભરેલ પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરી છે. જેના કારણે જીવાતનો નાશ થઈ શકે, અને મચ્છરનો ઉપદ્રવ અટકી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.