તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બારડોલી સુગર ફેક્ટરીમાં ડિસ્ટલરી પ્લાન્ટની સ્થાપના અંગે પર્યાવરણ સંબંધિત લોકસુનાવણી

બારડોલી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોઈ ખાસ વાંધા રજૂ નહીં થતાં જિલ્લા કલેક્ટરે સુનાવણી પૂર્ણ જાહેર કરી

બારડોલી સુગર ફેકટરી સૂચિત ડિસ્ટલરી પ્લાન્ટની સ્થાપના કરવાની હોવાથી, શુક્રવારના રોજ લેઉવા પાટીદાર સમાજની વાડીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલના અધ્યક્ષ સ્થાને પર્યાવરણીય બાબતે કોઈ પ્રશ્ન હોય, જેની લોકસુનાવણી રાખવામાં આવી હતી,. જેમાં સુગરના ઉપપ્રમુખ ભાવેશ પટેલ, એમડી પંકજ પટેલ તેમજ સંસ્થાના સભાસદો સહિત હાજર રહી પ્રશ્નોતરી સાથે જવાબ આપ્યા હતા. બારડોલી સુગર ફેક્ટરી ઇથાઈલ આલ્કોહોલ(રેફટીફાઇડ સ્પિરિટ) રેફટીફાઇડ સ્પિરિટ (આર.એસ.) 79 ટીપીડી અથવા ઇથાઈલ આલ્કોહોલ 75 ટીડીપી, હેડ સ્પિરિટ (અશુદ્ધ સ્પિરિટ)3.75 ટીડીપી, ફ્યૂઝલ ઓઇલ 0.23 ટીડીપી અને કો-જનરેશન પાવર પ્લાન્ટ 2.5 મેગાવોટમાં ઉત્પાદન માટેની પરિયોજના શરૂ કરવામાં આવનાર છે.

આ પરિયોજના શરૂ થાય તે પહેલા પર્યાવરણીય મંજૂરી મેળવવી જરૂરી છે અને આ માટે લોકસુનાવણીમાં પરિયોજનાના કન્સલ્ટન્ટ દ્વારા આ પરિયોજનાથી પર્યાવરણ પર થનારી અસર અને તેના નિયંત્રણ માટે લેવામાં આવનાર પગલાં અંગે વિગતવાર જાણકારી આપી હતી. આજુબાજુના 10 કિ.મી.વિસ્તારમાં આવેલા ગામોનો અસરગ્રસ્ત વિસ્તાર તરીકે સમાવેશ થાય છે.

પ્લાન્ટ સુગરફેક્ટરી પરિસરમાં જ 46,720 ચોરસ મીટર જમીનમાં સ્થપાશે, જે પૈકી 15,417.55 ચોરસ મીટર જમીનમાં ગ્રીનબેલ્ટ અને બાકીની જમીન પ્લાન્ટ તેમજ તેને જરૂરી સુવિધાઓ માટે ફાળવવામાં આવી છે. આ પ્લાન્ટથી સુગર ફેક્ટરીના સભાસદો અને આજુબાજુના ગામોને પણ ફાયદો થવા અંગે સમજ આપી હતી. સુનાવણીમાં પ્લાન્ટથી આજુબાજુના ગામોને થનાર અસર અને સુરક્ષાને લઈને ચર્ચા વિચારણા કરી હતી. જોકે , કોઈ ખાસ વાંધા રજૂ નહીં થતાં જિલ્લા કલેક્ટરે સુનાવણી પૂર્ણ જાહેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો