તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ઉત્સાહી સરપંચ અને ગ્રીન ટીમનો જુસ્સો જોઇ વદેશિયાને મોડેલ વિલેજ બનાવવા યુનિસેફની ટીમે આવી ચર્ચા કરી

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુનિસેફના અધિકારી અને વાદેશીયાના ગ્રામજનોની મીટિંગ. - Divya Bhaskar
યુનિસેફના અધિકારી અને વાદેશીયાના ગ્રામજનોની મીટિંગ.
  • યુનિસેફ તથા તાલુકાના સ્વચ્છ ભારત મિશનના કર્મચારીએ મુલાકાત લીધી

માંડવી તાલુકાના વદેશિયા ગામ તાલુકામાં અન્ય ગ્રામજનો તથા યુવાનો માટે પ્રેરણારૂપ બન્યું હતું. તે ગામની નોંધ વૈશ્વિક સંસ્થા યુનિસેફએ લઈ યુવાનોનો જુસ્સો વધાર્યો છે. યુનિસેફના જવાબદાર માણસો તથા સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ વદેશિયા પહોંચી મોડેલ વિલેજ તરીકે વિકસીત કરવાની જાહેરાતથી સરપંચ અને ગ્રીન ટીમમાં ઉત્સાહ છે.

વેસ્ટમાંથી બેસ્ટ, લાયબ્રેરી, જાહેર સંદેશ માટે માઈક, સ્વચ્છ અભિયાન, કોરોનામાં વિતરણ, સેનેટાઈઝર માટે દેશી પદ્ધતિ, જરૂરિયાતમંદોને સહાય જેવા જનહિતના કાર્યો સાથે ગામ વ્યસનમુક્ત બને તથા એકતા સંઘભાવના માટે ગ્રીન ટીમ પ્રયત્નશીલ છે.

કામગીરી માટેની ચર્ચા કરવામાં આવી
યુનિસેફ અને સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ વદેશિયા ગામની મુલાકાત લીધી હતી અને ગ્રીન ટીમના સભ્યોની કામગીરી બિરદાવી સાથે ખુલ્લામાં શૌચમુક્ત અભિયન અંતર્ગત ઘન- પ્રવાહી કચરાનો નિકાલ, ડ્રેનેજ, ઉકરડા સહિતની કામગીરી માટેની ચર્ચા કરી હતી. ગ્રામ વિકાસ માટે અન્ય યોજના માટે પણ સફળતા રહેશે. > મિતુલ ચૌધરી, યુવા અગ્રણી, ગ્રીમ ટીમ

ગુજરાતના 6 જિલ્લાનો સમાવેશ
ગુજરાતના છ જિલ્લામાં યુનિસેફ કામગીરી કરે છે. જેમાં સુરત જિલ્લાનો સમાવેશ છે. માંડવીના વદેશિયા ગામની વસતિ તથા સરપંચ અને ગ્રીન ટીમના યુવાનોની મારે ગામ માટે કંઈ કરવું છે. એ ભાવના નોંધનીય છે. ગામમાં સર્વે સહિતની કામગીરી હાથ ધરાશે. > અર્નુકુમાર, યુનિસેફ, ગાંધીનગર

અન્ય સમાચારો પણ છે...