ચોરી:ઓલપાડમાં ફરી રૂ.3.40 લાખના વીજવાયરની ચોરી

બારડોલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરથાણ -કંથરાજ, કમરોલી-મંદરોઈ માર્ગ પર ચોરી

દ.ગુ.વીજ કંપનીની ઓલપાડ સબ ડિવીઝનના કાર્યક્ષેત્રના ગામોની સીમમાંથી ગત વર્ષે તસ્કરોએ વીજપોલ પરથી ચોરેલ એલ્યુમિનિયમ વાયરોની ચોરીનો ગુનાનો ભેદ મોડે-મોડે ઉકેલાતા વીજ કંપનીના અધિકારીઓએ રાહતનો દમ લીધો હતો. પરંતુ તાલુકામાં પેધા પડેલા અજાણ્યા તસ્કરો ફરી રૂ.3,04,500 ની કિંમતના વાયરો ચોરી ગયા છે.

અછારણ તથા સોંદલાખારા વિભાગના ખેડૂતોને એગ્રીક્લચર વીજ પુરવઠો પુરો પાડતી દ.ગુ.વીજ કંપનીની માલિકીની 11 કે.વી.ભારે દબાણ વાળી વીજ લાઇનો પથરાયેલ છે. આ વીજ લાઈન પૈકી મોરથાણથી કંથરાજ તથા કમરોલીથી મંદરોઈ ગામ જતા રસ્તા ઉપર વીજ પોલ પરથી ા તસ્કરો એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરી ગયા હતા. આ ચોરીની બનેલ પ્રથમ ઘટનામાં તા.22 ઓગસ્ટના રોજ રાત્રે તસ્કરો મોરથાણથી કંથરાજ જતા રસ્તા પર 5.460 કિ.મી.લંબાઈ વાળા 52 (બાવન)વીજ પોલના ગાળાની લાઈનના એલ્યુ.ના 791.7 કિ.ગ્રા.વાયરો,જેની કિંમત રૂ.1,58,340 ઉતારી ચોરી કરીને પલાયન થયા હતા,

જયારે વીજ વાયરોની ચોરીની બીજી ઘટના ગત 02 સપ્ટેમ્બરના રોજ રાત્રે બનવા પામી હતી. કમરોલીથી મંદરોઈ તરફ જતા રસ્તા પર એગ્રીક્લચર વીજ લાઇનના 42 ગાળાની 5.04 કિ.મી.લાંબી વીજ લાઈનના 730.08 કિ.ગ્રા.વાયરો, જેની કિંમત રૂ.1,46,160 ની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થયા હતા. આમ વીજ પોલ પરથી એલ્યુમિનિયમના વાયરોની ચોરીની બે ઘટનામાં કુલ 10.5 કિ.મી.લાંબી વીજ લાઈનના કુલ 1522.5 કિલો ગ્રામ વાયરો,જેની કુલ કિંમત 3,04,500ની ચોરીની જાણ થતા દ.ગુ.વીજ કંપની, ઓલપાડ સબ ડીવીઝનના નાયબ ઇજનેર નેહલ પટેલે ઓલપાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...