સુરત અને તાપી જિલ્લાના 16 તાલુકાની 657 ગ્રામપંચાયતોની ચૂંટણી પ્રચાર પ્રસારના પડઘમ શુક્રવારે સાંજે શાંત પડ્યા હતા. બીજી તરફ વહીવટીતંત્ર મતપેટીઓ સહિતની ચૂંટણી પ્રક્રિયાની કામગીરી હાથ ધરી છે. બંને જિલ્લામાં રવિવારે 1579 મતદાન મથકો પર ચૂંટણી થશે. જેમાં 639 સરપંચની બેઠકની અને 4469 વોર્ડના સભ્યોની બેઠકની મળી કુલ 5098 બેઠકના ઉમેદવારોના ભાવિ 13.75 લાખ મતદારો 2920 મતપેટીમાં મત આપી સીલ કરવામાં આવશે. ચૂંટણીમાં 326 ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ, 9127 પોલિંગ સ્ટાફ અને 3091 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. મંગળવારે તમામ ઉમેદવારોના મતપેટીમાં બંધ થયેલ ભાવિનો ફેસલો થશે.
છેલ્લા દસેક દિવસથી સુરત અને તાપી જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણી માટે સરપંચ અને સભ્યોના ઉમેદવારો જોરશોરથી ચૂંટણીમાં વિજય મેળવવા પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલતા, ચૂંટણીનો માહોલ જામ્યો હતો, જેનો આખર શુક્રવારે સાંજે અંત આવ્યો હતો. ચૂંટણી પડઘમ શાંત થયા હતા. બીજી તરફ વહીવટીતંત્રએ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી છે. સુરત જિલ્લામાં 9 તાલુકાની 407 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં 391 સરપંચની બેઠક અને 2539 સભ્યોની બેઠકના ઉમેદવારોની ચૂંટણી થશે. જિલ્લામાં 949 મતદાન મથક પર 1915 મતપેટીમાં મતદાન થશે.
જ્યારે 8,00,322 મતદારો ગ્રામ પંચાયતના આગામી 5 વર્ષ માટે સરપંચ અને સભ્યો પસંદ કરશે. આ ચૂંટણી પ્રક્રિયામાં 102 ચૂંટણી અધિકારી, 102 મદદનીશ ચૂંટણી અધિકારી, 5172 પોલિંગ સ્ટાફ અને 1657 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે.
એજ પ્રમાણે તાપી જિલ્લામાં 7 તાલુકાની 250 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં 248 સરપંચની બેઠક પર અને 1930 સભ્યોની બેઠક પર ચૂંટણી થશે. જિલ્લામાં 630 મતદાન મથક પર 1005 મતપેટીમાં મતદાન કરવામાં આવશે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારોના ભાવિનો ફેંસલો 5,75,701 મતદારો ગ્રામ પંચાયતના આગામી 5 વર્ષ માટે સરપંચ અને સભ્યો તરીકે પસંદ કરશે. આ ચૂંટણી પ્રક્રિયામાં 61 ચૂંટણી અધિકારી, 61 મદદનીશ ચૂંટણી અધિકારી, 3955 પોલિંગ સ્ટાફ અને 1382 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે.
તાપી જિલ્લાના વ્યારા સહિત સોનગઢ,ઉચ્છલ, નિઝર,ડોલવણ,વાલોડ, કુકુરમુંડા તાલુકા માં ચૂંટણી માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે શુક્રવારે વ્યારા પંથક સહિત વિવિધ ગામો માં હથિયારો સાથે ફ્લેગ માર્ચ યોજી હતી.વ્યારા ના ગ્રામ્ય વિસ્તારો માં 40થી વધુ ટીમ ફેલગ માર્ચ માં જોડાઈ હતી આજે વ્યારાના જેશીંગપુરા,કસવાવ ,કપુરા ,કેળકૂઈ , રૂપવાડા સહીત અન્ય ગામો માં ફેલગ માર્ચ કરાઈ હતી.
તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસની 40થી વધુ ટીમોએ ફ્લેગ માર્ચ કરી
સુરતજિલ્લાના 8 લાખથી વધુ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
તાલુકા | ગ્રા.પં. | સરપંચ | સભ્ય | મતદાનમથક | મતપેટી | પૂરૂષ | મહિલા | કુલ |
ઓલપાડ | 61 | 57 | 288 | 139 | 408 | 58966 | 55856 | 114824 |
કામરેજ | 42 | 40 | 189 | 133 | 283 | 60999 | 57121 | 118120 |
પલસાણા | 29 | 26 | 162 | 69 | 97 | 31758 | 28264 | 60023 |
બારડોલી | 45 | 43 | 283 | 104 | 205 | 46388 | 46584 | 92972 |
મહુવા | 47 | 47 | 277 | 113 | 250 | 48079 | 49084 | 97163 |
માંડવી | 75 | 75 | 552 | 145 | 195 | 57964 | 59817 | 117781 |
માંગરોળ | 53 | 52 | 385 | 120 | 264 | 51373 | 48381 | 99754 |
ઉમરપાડા | 33 | 33 | 265 | 74 | 148 | 29585 | 29474 | 59059 |
ચોર્યાસી | 22 | 18 | 138 | 52 | 65 | 20998 | 19624 | 40622 |
કુલ. | 407 | 391 | 2539 | 949 | 1915 | 406110 | 394205 | 800322 |
તાપી જિલ્લાના 5 લાખથી વધુ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
તાલુકા | ગ્રા.પં. | સરપંચ | સભ્ય | મતદાનમથક | મતપેટી | પૂરૂષ | મહિલા | કુલ |
વ્યારા | 63 | 63 | 453 | 118 | 236 | 47490 | 50341 | 97831 |
ડોલવણ | 38 | 38 | 295 | 87 | 123 | 35159 | 34043 | 69202 |
વાલોડ | 31 | 29 | 193 | 74 | 74 | 31216 | 32970 | 64186 |
સોનગઢ | 72 | 72 | 574 | 171 | 171 | 62855 | 65028 | 127883 |
ઉચ્છલ | 21 | 21 | 186 | 85 | 173 | 31421 | 33114 | 64535 |
નિઝર | 16 | 16 | 144 | 57 | 142 | 25141 | 25661 | 50802 |
કુકરમુંડા | 9 | 9 | 85 | 38 | 86 | 14850 | 15412 | 30262 |
કુલ | 250 | 248 | 1930 | 630 | 1005 | 248132 | 256569 | 504701 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.