મૃતદેહ મળી આવ્યો:મહુવામાં વૃદ્ધ ખેડૂતનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો; પોલીસે વધુ તપાસ હાથ ધરી

બારડોલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવા પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ શેખપુર ગામે આવેલા તાડ ફળિયામાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ ખેડૂતની સાગના ઝાડ ઉપર ફાસો ખાઈ લટકી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી.

ગત થોડા સમયથી અસ્થિર મગજના હોવાનું જણાવતા ખેડૂત અજીત સન્મુખ ચૌધરી ઘરે કોઈને કશુ પણ જણાવ્યા વગર ઘરેથી જતા રહેતા હતા અને પોતાના ખેતરમાં બેસી રહેતા હતા. પરિવારજનો તેમને ઘરે લાવી સમજાવીને ઘરે રહેવા તો જણાવતા હતા. પરંતુ તેઓ ગમે ત્યારે ઘરેથી નીકળી જતા હતા. બે દિવસ પહેલા તારીખ 7મી એ સાંજના સમયે તેઓ પોતાના ઘરેથી નીકળી ગયા બાદ લાંબા સમય સુધી ઘરે પરત આવ્યા ન હતા. તેમની શોધખોળ કરવા છતાં તેઓ મળી ન આવતા તેમના પુત્ર એ તેમનો ફોટો whatsapp ગ્રુપમાં મૂકી તેમના ગુમ થવા વિશે લોકોને જાણ કરી હતી. આ દરમિયાન આજ રોજ સવારે શેખપુર ગામે આવેલા ઝાંઝરવાડી ફળિયામાં આવેલા એક સાગના ઝાડ ઉપર ફાસો ખાઈ તેમની લાશ જોવા મળી આવી હતી. તેમના પુત્રએ મહુવા પોલીસને જાણ કરી હતી. જે આધારે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...