અભિનંદન:વસિષ્ઠ જેનેસીસ સ્કૂલના 80 ટકા વિદ્યાર્થી NEET માટે ક્વોલિફાય થયા

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાવની વસિષ્ઠ જેનેસીસ સ્કૂલના વિદ્યાર્થીઓની લેવાયેલ NEETની પરીક્ષામાં તેજસ્વી છાત્રોએ ફરી એકવાર ભવ્ય પરિણામ પ્રાપ્ત કર્યું છે. પરીક્ષામાં 450થી વધુ ગુણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓમાં અનુક્રમે વાછાણી પ્રીત મુકેશભાઈએ 720 માંથી 465 ગુણ તેમજ મિસ્ત્રી કૃપા હિતેશભાઈએ 720 માંથી 459 ગુણ પ્રાપ્ત કરીને અવ્વલ રહ્યા છે. જયારે પટેલ શિવકુમાર હિતેશભાઈએ 720 માંથી 446 ગુણ અને સોલંકી ખુશી વિપુલસિંહે 720 માંથી 440 ગુણ પ્રાપ્ત કર્યાં છે. આ ઉપરાંત ઘણાંબધા વિદ્યાર્થીઓ પોતાના ધારેલા લક્ષ્યને હાંસિલ કરવામાં સફળ રહ્યા હતા.

શાળાના માર્ગદર્શન તળે 80% વિદ્યાર્થીઓ NEET માં QUALIFIED થયા છે. આ ઉપરાંત અંદાજીત 20 જેટલા વિદ્યાર્થીઓ મેડીકલમાં એડમીશન પ્રાપ્ત કરી શકશે. સામાન્ય પરિવારમાંથી આવતા આ તેજસ્વી રત્નો પોતાના વિદ્યાતપ થકી સફળતાના વિશાળ વ્યોમમાં દીપી ઉઠ્યા છે. પોતાના અદમ્ય આત્મવિશ્વવાસ, અતૂટ આત્મશ્રદ્ધાથી અને ઈચ્છા શક્તિવડે સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે.

વિદ્યાર્થીઓની આયોજનસભર તૈયારી, વિદ્વાન શિક્ષકો દ્વારા અપાતું સચોટ માર્ગદર્શન અને આચાર્યની ઉર્જાવાન પ્રેરણા તેમજ ઝીણવટભરી અવલોકન શક્તિ અને શાળા મેનેજમેન્ટના હ્રદયની વિશાળતા ઉપરાંત સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓનો અતુટ વિશ્વાસ જ દર વર્ષે શાળાને ઉત્તમોત્તમ સફળતા અપાવે છે. પરિણામ પ્રાપ્ત કરવા બદલ શાળાના ચેરમેન રમણિકભાઈ ડાવરીયા, ડાયરેક્ટર વિજયભાઈ ડાવરીયા અને રવિભાઈ ડાવરીયા, અને પરેશભાઈ સવાણી તેમજ આચાર્ય જતીનભાઈ વાઘાણીએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...