તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:સમૂહ લગ્ન પર કોરોનાનું ગ્રહણ, વસંત પંચમીએ પણ જિલ્લામાં એકેય આયોજન નહી

બારડોલી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિવિધ સમાજે અખાત્રીજમાં પણ સમૂહ લગ્નનું આયોજન કરવાનું ટાળ્યું, ગાઇડલાઇનમાં છુટછાટ મળ્યા બાદ કોઇ નિર્ણય લેવાશે

કોરોનાએ લોકોની જીવન જીવવાની શૈલી તો બદલી જ છે, પરંતુ સમૂહલગ્ન પર પણ ગ્રહણ લગાવ્યું છે. સમાજના આર્થિક રીતે નબળા પરિવાર માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહેલ, ઓછા ખર્ચે સમૂહ લગ્ન થતા હતા, જે 2 વર્ષથી કોરોનાનો પડછાયો પડ્યો છે. સુરત તાપી જિલ્લામાં કોરોનાને કારણે એક પણ સમાજ વર્ષ 2020 અને 2021માં કોરોના કારણે સમૂહ લગ્નનું આયોજન કરી શક્યો નથી.

બારડોલી નગરના કોળી સમાજે અખાત્રીમાં 11 જોડાના સમુહલગ્નનું આયોજન કર્યું હતું. પરંતુ તે પહેલાં કોરોનાએ દસ્તક લઈ લેતા, તેના પડછ્યાના કારણે આખર રદ કરવું પડ્યું હતું. હાલ વસંત પંચમીએ તો, નહિ પરંતુ અખા ત્રીજમાં પણ કોઈ પ્લાનિંગ નથી. સરકારની ગાઈડલાઈનમાં છૂટછાટ મળશે તો, ત્યાર બાદ વિચારી નિર્ણય લેવા જણાવેલ છે. ભંડારી સમાજ ઉત્કર્ષ સમિતિ પણ વસંત પંચમી અને અખાત્રીત્રીજ માટે સમૂહ લગ્નનું આયોજન કરી શક્યા નથી. જેનું કારણ કોરોનામાં લોકોને ભેગા થવાની છૂટ નથી, જેથી નવી ગાઈડલાઈનમાં છૂટ મળે ત્યારબાદ જ નક્કી કરશે. દરેક સમાજ સાવધાની રાખી સમૂહલગ્નનું આયોજન કર્યુ ન હોવાનું સમાજના અગ્રણીઓ જણાવે છે.

2020માં લગ્નના મુહૂર્ત હોવા છતાં લગ્ન થઈ શક્યા ન હતા. હવે કોરોનાનું પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે. સરકારની ગાઈડ લાઈનમાં પણ રાહત આપવામાં આવી રહી છે. જેથી 2021માં લગ્નનો ઉત્સાહ જોવા મળશે. 2020માં શુભ કાર્યો નથી થયાં, જે 2021માં થશે. બ્રહ્મણોના જણાવ્યા મુજબ મેં માસમાં ઘણા શુભ મુહૂર્ત છે. કોરોના વેકસીન પણ આવી ગઈ હોવાથી લોકો પણ લગ્ન માટે આગળ આવી રહ્યા છે. પહેલા લોકોને ભેગા કરવા પર પ્રતિબંધ હોવાથી અને કોરોનાનો ડરના કારણે શુભ પ્રસંગથી દુર રહ્યા હતા. પરંતુ નવી છુટ છાટ મળતા આ વર્ષમાં લગ્નનનો ઉત્સાહ જોવા મળશે પરંતુ સમૂહ લગ્નનું આયોજન પર હજુ સંકટ જોવા મળી રહ્યું છે.

સમાજના પ્રમુખો જણાવે દર વખતે વસંત પંચમીના સમયે સમાજના સમૂહ લગ્નનું આયોજન કરીએ છે, જે આ વખતે થઈ શક્યું નથી. આગામી એપ્રિલ માસમાં 10 જોડાનું આયોજન છે. સરકારની ગાઈડ લાઈનમાં છૂટ નહિ મળે તો, કોરોનામાં સલામતીને ધ્યાનમાં રાખી એક પરિવારના 10 સભ્યોને બોલાવી અલગ અલગ સ્થળ પર વહેંચણી કરી લગ્ન કરવાનું નક્કી કર્યું છે. મુકેશ પટેલ, પ્રમુખ, દ. ગુજરાત કાછીયા સમાજ અત્યાર સુધી સમાજના 45 જેટલા જોડાના સમૂહ લગ્ન કરાવ્યા છે.

ગતવખતે અખાત્રીત્રીજ પર 16 જોડાનું સમૂહ લગ્નનું આયોજન હતું ઓરન્તુ કોનાને કારણે રદ કર્યું હતું. આ વખતે અખાત્રી ત્રીજ પર પરિસ્થિતિ આધારિત નિર્ણય લેશું. ડો.રાજેન્દ્રસિંહ આલોન્જા, પ્રમુખ, રાજપૂત સમાજ પ્રગતિ મંડળ, કોસંબા પહેલા સમાજનો પરિચય મેળાનું આયોજન કરીએ છીએ, ત્યારબાદ સમૂહ લગ્ન નક્કી કરતા હોય છે. પરંતુ ગત વર્ષમાં આયોજન ના થઇ શક્યું. આ વર્ષે પણ સરકારની ગાઈડલાઈન પર નક્કી થશે. છૂટ ના મળે તો અખાત્રીત્રીજ પર સમૂહ લગ્નનું આયોજન નહીં થશે.

અશ્વિનભાઈ પટેલ, પ્રમુખ કોળી સમાજ બારડોલી 118 સમાજના કપલના સમૂહ લગ્ન કરાવ્યા છે, પરંતુ કોરોનાને કારણે સલામતીના ભાગરૂપે આયોજનકરી શક્યા નથી, આ વર્ષે સમૂહ લગ્નનું આયોજન કર્યું નથી. વિઠ્ઠલ રબારી, પ્રમુખ, રબારી સમાજ, બારડોલી મુહુર્ત 24 એપ્રિલથી શરૂ 20મી એપ્રિલે સૂર્યનો ઉદય થાય છે બાદમાં લગ્ન કરી શકાય, પરંતુ શુભ મુહૂર્ત 24મી એપ્રિલથી શરૂ થાય છે. 21થી 23 ત્રણ દિવસ મૃત્યુયોગ, જ્વાળામુખી યોગ અને વિષ્ટી યોગ જેવા યોગ આવતા હોય છે. જે યોગમાં શાસ્ત્રોક વિધી અનુસાર લગ્ન કરી શકતા નથી.

આ સમાજના આયોજન અટવાયા
સુરત જિલ્લામાં ઘણા સમાજો સમૂહ લગ્નનું દર વર્ષે આયોજન કરતા હોય છે. જેમાં સૌથી મોટું આયોજન સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ આદિવાસી સમાજના 200 જોડાનું સમૂહ લગ્નનું આયોજન કરે છે. એ સિવાય, પ્રજાપતિ સમાજ, કાછીયા સમાજ, કોળી પટેલ સમાજ, રાજપૂત સમાજ, ભંડારી સમાજ, રબારી સમાજ, હળપતિ સમાજ, ચૌધરી સમાજ સહિત ઘણા સમાજ ખર્ચનું ભારણ હળવું કરવા આયોજન કરે છે. પરંતુ કોરોનાને કારણે થઈ શક્યું નથી.

લગ્ન વાંચ્છુકોએ હજી બે મહિનાની રાહ જોવી પડશે
જ્યોતિષાચાર્ય ઋષિકેશભાઈ પંડ્યાના જણાવ્યા અનુસાર 20મી એપ્રિલ સુધી શુક્ર ગ્રહનો અસ્ત થાય છે. અને શાસ્ત્રના નિયમ મુજબ શુક્ર ગ્રહના અસ્તમાં પણ લગ્ન કરી શકતા નથી. તારીખ 21થી 28 માર્ચ સુધી હોળાષ્ટક અને તારીખ 14 માર્ચથી 14 એપ્રિલ સુધી મીનારક કમુરતા રહેશે. જેના કારણે હવે લગ્ન માટેના સારા મુહૂર્ત 24મી એપ્રિલથી શરૂ થશે.મેં મહિનામાં લગ્નના વધુ મુહૂર્ત હોવાનું ઉમેર્યું હતું.

છુટછાટ મળે તો મે મહિનામાં સમુહ લગ્નનું પ્લાનિંગ કરીશું
બારડોલીમાં સમાજના જોડાનો 24મો સમૂહ લગ્ન કર્યો છે. વસંત પંચમી હોવા છતાં આ વખતે કોરોનાને કારણે કોઈ કાર્યક્રમનું આયોજન કર્યું નથી, આગામી દિવસોમાં સરકારની છુટછાટ મળશે તો, મેં માસમાં 15 જેટલા જોડાનો સમૂહ લગ્નનું પ્લાનિંગ કરીશું. > દિલીપભાઈ લાડ, પ્રમુખ, પ્રજાપતિ સમાજ બારડોલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો