આ વર્ષે નૈઋત્વ ચોમાસાનું આગમન બે - દિવસ પહેલા દસ્તક આપશે. એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 12થી 15 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થશે. તેમજ સરેરાશ કરતાં વધુ વરસાદ થવાને કારણે ખેડૂતોને રાહત રહેશે. તેમજ સારા વરસાદને કારણે ખરીફ પાકોને લાભ થવાની સંભાવના પણ સેવાઇ રહી છે.
ભારતમાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના પ્રમાણ પર દરિયાની સપાટીનું તાપમાન ખૂબ મહત્વનું હોય છે. તેમજ હાલમાં વિષુવૃતીય પેસિફિક દરિયા પર સક્રીય લાનીના અને હિન્દ મહાસાગર પર તટસ્થ IOD (Indian Ocean Dipole)ની અસરને ધ્યાનમાં રાખતાં દક્ષિણ ગુજરતામાં સામાન્ય કરતાં વધુ વરસાદનું પ્રમાણ રહેવાની સંભાવના ભારત મૈસમ વિભાગ ન્યુ દિલ્હી દ્વારા આગાહી કરવામાં આવી છે. નૈઋત્વ ચોમાસાનું આગમન કેરળ સહિતના વિસ્તારોમાં થઈ ગયો છે.
આગામી 10મી જૂન સુધીમાં મુંબઈમાં પ્રવેશ કરશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 12થી 15 જૂનની વચ્ચે એટલે કે બે- ત્રણ દિવસ પહેલા નૈઋત્વ ચોમાસાનું આગન થવાની આગાહી કરવામાં આવી છે. તેમજ આ વર્ષે સુરત જિલ્લામાં સામાન્ય કરતાં વધુ વરસાદની થશે.
છેલ્લા ત્રણ વર્ષમાં 100 ટકા કરતાં વધુ વરસાદ થયો છે. આ વર્ષે પણ સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે આકાશી ખેતી પર નભતા અંતરિયાળ વિસ્તારના ખેડૂતોને રાહત થશે. સમયસર અને સારુ ચોમાસુની આગાહી ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
સારા વરસાદથી ખરીફ પાકને લાભની સંભાવના
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા જણાવ્યા મુજબ, ચોમાસાની ઋતુ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સામાન્ય અને સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી હોવાથી ખેડૂતોને ખરીફ પાકોના ઉત્પાદનમાં રાહત રહેવાની સંભાવના છે. ખેડૂત મિત્રોએ ડાંગર, કપાસ અને શાકભાજી પાકોની સમયસર વાવણી કરવી હિતાવહ છે. આગાહી મુજબ વરસાદનું પ્રમાણ જૂનથી સપ્ટેમ્બર 2022 દરમિયાન સામાન્ય કરતાં વધુ રહેશે, પરંતુ જો જૂન મહિનાના અંત સુધીમાં વરસાદ ન આવે શેરડી, કેળ અને શાકભાજીમાં નિયમિત પિયત માટેની વ્યવસ્થા રાખવી.
છેલ્લા 7 વર્ષમાં સુરત જિલ્લામાં પડેલો વરસાદ | |
વર્ષ | ટકાવારી |
2015 | 73.01 |
2016 | 79 |
2017 | 97.07 |
2018 | 94.16 |
2019 | 153.69 |
2020 | 157.75 |
2021 | 102.85 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.